સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 30th June 2020

મોરબીમાં કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલ ભાવ વધારાનો વિરોધ

મોરબીઃમોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવવધારાના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસ અગ્રણી કિશોરભાઈ ચીખલીયા, મુકેશભાઈ ગામી, કાંતિલાલ બાવરવા અને કે ડી પડસુંબીયા સહિતના અગ્રણીઓએ જીલ્લા કોંગ્રેસ કાર્યાલયથી સાયકલ યાત્રા યોજી હતી અને સાયકલ રેલી મારફત જીલ્લા કલેકટર કચેરી પહોંચીને કલેકટરને આવેદન પાઠવ્યું હતું અને પેટ્રોલ ડીઝલના ભાવવધારાનો વિરોધ કર્યો હતો. તે તસ્વીર.

(11:38 am IST)