સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 30th June 2020

ગોંડલ સાઇકલ હેલ્થ કલબ દ્વારા વૃક્ષારોપણ

ગોંડલઃસાઇકલ હેલ્થ કલબના સભ્યોએ બાંદરા રોડ પર નાગનાથ મંદિરે તેમજ પુનિતનગર-૨ સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં નગરપતિ અશોકભાઈ પીપળીયા,પૃથ્વીસિંહ જાડેજા,ચંદુભાઈ દૂધાત્રા,વિનયભાઈ રાખોલીયા,તેમજ નગરસેવકો અને પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે,હરિયાળું ગોંડલના સદસ્યશ્રીઓ,સોસાયટી ના રહેવાસીઓના શુભ હસ્તે વિવિધ વૃક્ષોનું વાવેતર કરી ગોંડલને હરિયાળું અને રળિયામણું બનાવવાના અભિયાનને આગળ વધારેલ છે. યુવા ભાઈ બહેનોનપ્રવૃતિઓ માં જોડાવા અને રાષ્ટ્રસેવા કરવા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમને સફળ બનાવવામાં બાબાલાલ પટેલ,અતુલભાઈ ઠુંમર,પારસ કામાણી, દિપક દેસાઈ,કિરીટ ગજેરા,જીગ્નેશ ત્રિવેદી,ડો.દિપક લંગાલીયા,મનોજભાઈ,વગેરે એ જહેમત ઉઠાવી હતી. વૃક્ષારોપણની તસ્વીરો.(તસ્વીરઃ હરેશ ગણોદીયા ગોંડલ.)

(11:35 am IST)