ગોંડલ પેટ્રોલ પમ્પ સંચાલક દ્વારા બાળકોને રાશન-કપડા વિતરણ
ગોંડલ : મહાદેવવાડીમાં આવેલ રિલાયન્સ પેટ્રોલ પમ્પ વાળા અંબરીશભાઈ ઉદેશીએ તેમના પમ્પ પર પેટ્રોલ પુરાવવા આવતા તેમજ ગોંડલ ના નગરજનો ને એક માનવતા સભર અપીલ કરી કે આપણી પાસે આપને ઉપયોગી ના હોય તેવા સારી હાલત ના કપડાં અને પુસ્તકો ચમ્પલ બુટ પગરખાં અમને આપો અમે આ વસ્તુ યોગ્ય અને જરૂરિયાત વાળા ગરીબ પરિવાર અને તેના બાળકોને પહોંચતા કરીશું. અંબરીશભાઈ ની આ માનવતા સભર અપીલ ને ગુણવંતા ગોંડલ ના નગરજનોએ બહોળો પ્રતિસાદ આપતા સારા કપડાં, પુસ્તકો,અભ્યાસ ને લગતા સાધનો વગેરે પેટ્રોલ પમ્પ પર આપવા લાગ્યા હતા અંબરીશભાઈ દર ૧૫ - ૨૦ દિવસે પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે ના માર્ગદર્શન હેઠળ અલગ અલગ જગ્યાએ ગરીબ અને જરૂરિયાતવાળા પરિવારજનો ને કપડાં, પુસ્તકો,અન્ય સામગ્રી સાથે રાશન ની પણ સેવા પહોંચાડવા જહેમત ઉઠાવી રહેલ છે અને આમ નગરજનો ના સહકાર થી ઝૂંપડપટ્ટી માં રહેતા પરીવારોને રોટી કપડાં ની સહાય કરી રહ્યા છે.