સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 30th June 2020

ખારચીયા પાસે કાપડ મીલમાં ભીષણ આગ

આગમાં મશીનરી, કાપડ, તમામ શેડ, સ્પેર પાર્ટ, ઇલેકટ્રીક વાયરીંગ, ઓફીસનું ફર્નિચર બળીને ખાકઃ લાખોનું નુકશાન

આટકોટ : તસ્વીરમાં આગ લાગ્યા બાદ ફાયર બ્રિગેડની  ટીમોએ આગ ઉપર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો. (તસ્વીર : વિજય વસાણી -આટકોટ)

 આટકોટ તા. ૩૦: સરધાર નજીક ખારચીયા પાસે આવેલી કમાપડ મીલમાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. જાણ થતપા રાજકોટ, જસદણ, જેતપુર તથા ગોંડલ ફાયર બ્રીગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી આગને કાબુમાં લીધી હતી.

મળતી વિગત મુજબ ખારચીયા પાસે આવેલી આંગન ટેક્ષટાઇલ પ્રા. લી. નામની કાપડ મીલમાં એકાએક આગ લાગી હતી. ફેકટરીના ચોકીદારે તાકીદે ફેકટરીના માલીકને જાણ કરતા માલીક મહેશભાઇ મગનભાઇ ચોથાણી સ્થળ પર દોડી આવ્યા હતા બાદ તેણે જાણ કરતા રાજકોટ, જસદણ, જેતપુર, ગોંડલ ફાયર બ્રીગેડ સ્ટાફ ફાયર ફાઇટર સાથે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી. આગ કારખાનામાં અંદરના ભાગે લાગી હતી, તેમાં મશીનરી, કાપડ તથા તમામ સ્પેરપાર્ટ, ઇલેકટ્રીક વાયરીંગ તથા ઓફીસનું તમામ ફર્નિચર બળીને ખાક થઇ ગયું હતું.

આગનાં ધુમાડા ૩ થી ૪ કિ. મી. દુર સુધી પહોંચ્યા હતાં.

આટકોટ પોલીસને પણ રાત્રે જાણ થતા હાઇવે ઉપર બંદોબસ્ત માટે પોલીસ પણ ઘટના પહોંચી યોગ્ય કાર્યવાહી હાથ ધરી હતી.

અનલોક જાહેર થયા બાદ મજુરો પોતાના વતન જતા રહ્યા હોઇ તેથી મજુરો ન હોવાની છેલ્લા ૧પ દિવસ ફેકટરી બંધ હતી. આગ ઇલેકટ્રીક વાયરીંગમાં શોર્ટ સર્કિટ થવાના કારણે લાગી હોવાનું અનુમાન છે. તેમાં અંદાજે લાખોનું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

(3:00 pm IST)