સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 30th June 2020

ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલના સતત ભાવ વધારાના વિરોધમાં ઘોઘા ગેઇટ ખાતે આશ્ચર્યજનક કાર્યક્રમ

ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થઇ રહેલ સતત વધારાના વિરોધમાં ઘોઘાગેટ ખાતે આશ્ચર્યજનક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પોલીસ દેખાવો કરનાર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી.

શહેરના ઘોઘાગેટ ખાતે એકઠા થયેલા કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરો સુત્રોચાર કરતા ઘોઘાગેટ થી મુખ્ય બજારમાં ફર્યા હતો અને ઘોઘાગેટ ખાતે પરત આવી સુત્રોચાર અને દેખાવલ કર્યો હતો.

આગેવાનો અને કાર્યકરોના દેખાવો વચ્ચે કોંગ્રેસના કેટલાક કાર્યકરો મોતીબાગ રોડ પરથી નનામી સાથે આવ્યા હતાં અને દેખાવો કર્યો હતો. કોંગ્રેસના કાર્યક્રમના પગલે ઘોઘાગેટ ખાતે ટ્રાફીક જામ થઇ ગયો હતો.

દેખાવો કરનાર કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

આશ્ચર્યજનક કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.

(11:33 am IST)