સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 30th June 2020

લોકડાઉન ખૂલતા જ દ્વારકાધીશજીના ધ્વજાજી-મનોરથીમાં માંગ વધીઃ લોકો વધુ શ્રધ્ધા તરફ

દ્વારકા તા. ર૯ :.. સમગ્ર દેશમાં કોરોનાની ભયભીત મહામારીથી ડઘાયેલા લોકોમાં ભગવાન પ્રત્યે અતૂટ શ્રધ્ધામાં વધારો જોવા મળ્યો છે.

તા. ૮જુનના દ્વારકાધીશ મંદિરના મંગલ દ્વાર ખુલતા જ ખાસ કરીને સૌરાષ્ટ્ર - ગુજરાતના દર્શનાથીઓ વધુને વધુ આવી રહ્યા છે. ત્યારે દ્વારકાધીશજીના ધ્વજાજી મનોરથીઓમાં પણ વધારો થયો છે.

રોજના પાંચ ધ્વજાજીના મનોરથ થાય છે.  તેમાં કાયરેક લોકડાઉનમાં પણ ભાવિકોએ તેમના બુકીંગ આગળ - પાછળ કર્યા તો કેટલાક ભકતોએ તેમના પંડા દ્વારા ધ્વજાજી આહોરણ કરવાની દ્વારકાધીશજીને ઘરે બેસીને પ્રાર્થના અર્ચન કર્યા હતાં.

પરંતુ લોકડાઉન ખુલતા જ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ગુજરાતના ભાવિક મનોરથી ધ્વજાજી ચડાવવા આતૂટ થયા છે અને ધ્વજાજીના બુકીંગ અને પુછપરછ માટે ફરીથી ગુગળી જ્ઞાતિના કાર્યલયમાં મોબાઇલ ફોનની ઘટડી રંણકી  ઉઠી રહી છે.

પરંતુ હાલમાં ધ્વજાજીના કાર્યક્રમો સોશ્યલ ડીસ્ટન્ટ સાથેના નિયમોથી જ કરાય છે શહેરમાં નિકળતી ધ્વજાજી શોભાયાત્રા હજુ પણ કોરોના ના કારણે બંધ છે.

આવા સંજોગો પણ મનોરથી માત્ર તેમના પરિવાર સાથે ધ્વજાજીનો મનોરથ ભાવશ્રધ્ધા ભેર પુર્ણ કરે છે.

(11:31 am IST)