સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 30th June 2020

અયોધ્યામાં બનતા રામ મંદિર માટે ધર્મસ્થાન દ્વારકાની પવિત્ર માટી જળ મોકલાવા ગોમતીઘાટે શાસ્ત્રોત વિધિ કરાય...વિહિપના દેવભૂમિ દ્વારકાજીલ્લા અધ્યક્ષ શ્રી મનસુખભાઇ બારાઇ હોદેદારોની હાજરીમાં પુજન થયુ

વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ દ્વારકા જિલ્લા દ્વારા દ્વારકામાં પવિત્ર નદી ગોમતી નદીના કિનારે અયોધ્યામાં ભગવાન શ્રી રામ જન્મભૂમિ ઉપર ભવ્ય રામ મંદિર નિર્માણ નું કાર્ય શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે મંદિરના ખાત મુહુર્તમાં પવિત્ર ગોમતી નદીનું જળ તથા દેવભૂમિ દ્વારકા,બેટ દ્વારકા, હનુમાન દાંડી,ગોપીતળાવ, નાગેશ્વર મહાદેવ મંદિરની પવિત્ર માટીનું શાસ્ત્રોકત વિધિથી સ્વામિનારાયણના પુજય સંતશ્રી ગોવિંદદાસજી તથા સંતશ્રી કે.પી. સ્વામી તથા રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના સંતશ્રી અમૃતભારતી બાપુ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારકા જીલ્લાના અધ્યક્ષ શ્રી મનસુખભાઈ બારાઇ ને અર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના ધર્માચાર્ય સંપર્ક પ્રમુખ પ્રવિણસિંહ કંચવા તથા જીલ્લા મંત્રી દિપકભાઈ જાની બજરંગદળના જીલ્લા સંયોજક   અજયભાઈ કારાવદરા વિહિપ જીલ્લા સહ મંત્રી વિજયભાઈ જગતિયા શહેર અધ્યક્ષ ભાવેશભાઈ સોનગરા બજરંગદળના તાલુકા સંયોજક બાલુભા વાઘા શહેર સહમંત્રી   પ્રવીણભાઈ જગતિયા તથા બજરંગદળ શહેર સંયોજક સંજયભાઈ અઘેરા તથા વિશ્વ હિન્દુ પરિષદ ખંભાળિયાના શહેર અધ્યક્ષ દેવુભાઇ ગોહિલ તથા શહેર મંત્રી  મનીષભાઈ જેઠવા તથા બજરંગદળના શહેર સંયોજક હિતેશભાઈ રાયચુરા તથા શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મનસુખભાઈ બારાઇ તથા  વિજયભાઈ જગતિયા તથા બાલુભા વાઘાએ જહેમત ઉઠાવી હતી. (તસ્વીર-અહેવાલ : ભરત બારાઇ,ઓખા)

(11:30 am IST)