સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 30th June 2020

જૂનાગઢ શહેરમાં જીઆઇડીસી વિસ્તારમાં પ્રેમીએ કરી મહિલાની હત્યા : લાઠીના સંજયે આડેધડ છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી

લાઠીના સંજયથી અલગ પડી જૂનાગઢ ખાતે લગ્ન કરેલી મહિલા શાક લેવા જતા રસ્તામાં છરીના ઘા ઝીકી પતાવી દીધી

 

જૂનાગઢ શહેરમાં જીઆઇડીસી વિસ્તારમાં પ્રેમીએ મહિલાની હત્યા કરી છે પ્રાથમિક વિગત આનુસાર મહિલા આમરેલીના લાઠી ગામેં એક યુવક સાથે પ્રેમ  હોય અને ત્યાંથી બીજા લગ્ન જૂનાગઢ ખાતે કરતા લાઠી ગામના પ્રેમીથી અલગ પડી જતા આજરોજ લાઠી નો પ્રેમી સંજય જૂનાગઢ આવી જીઆઇડીસી વિસ્તારમાં મહિલા શાક લેવા આવતા મહિલાને છરીના આડેધડ ઘા જીકી મહિલાને મોતને ઘાટ ઉતારી દેતા અરેરાટી વ્યાપી ગયેલ હતી

 ત્યાર બાદ .ડીવીઝજન પોલીસ સ્ટાફ ઘટના સ્થલે પહોંચી ગયેલ અને હત્યારાને ઘટના સ્થળ  પરથી પકડી પડેલ હતો હાલ મહિલાના મૃતદેહ ને સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામા આવેલ છે

(11:08 pm IST)