સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 30th May 2020

ગારીયાધારમાં પાન-મસાલાના કાળાબજારીનો વિડીયો વાયરલ થતા ભાંડો ભૂટ્યો !!

હવે બહુ થયું કાળાબજારીયાને કાબુમાં લેવા તંત્ર કડક બની પાઠ ભણાવે

ગારીયાધાર, તા. ૩૦ :  ગારીયાધાર શહેરમાં લોકડાઉન-૪માં પાન-બીડી-તંબાકુની સરકાર દ્વારા છુટછાટ આપવા છતાં કેટલાક પેધી ગયેલા કાળાબજારી દ્વારા ઉંચા ભાવોમાં તંબાકુના વેચાણ થાય છે જેનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થતા તંત્રના ગાલે તમાચા લાગ્યા બરાબર ઘટના બની છે.

ગારીયાધાર શહેરના બોરડાવાડી વિસ્તાર ખાતે જાહેરમાં ખુલ્લેઆમ તંબાકુના કાળાબજાર કરતા હોય તેવી ઘટના સામે આવી છે જેમાં બ્રાન્ડેડ કંપની જેની માર્કેટમાં પાઉચની કિંમત ૩૮૦ છે. જયારે કાળાબજારી દ્વારા ૯૦૦ રૂપિયા કિંમત આંકવામાં આવી છે. તેમજ ચાલુ કંપનીની તંબાકુ બાબતે પણ લેતી-દેતીની ચર્ચાઓ આ વિડીયોમાં થઇ રહી છે.

(11:42 am IST)