સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 30th May 2018

પોરબંદર નગરપાલિકા બુલેટ ટ્રેન કરતા પણ ઝડપી : જનરલ બોર્ડમાં માત્ર 30 સેકન્ડમાં 87 ઠરાવ પસાર

વિપક્ષના નેતાએ કહ્યું આ લોકશાહીનું અપમાન : ચર્ચાની માંગણી ધ્યાને લેવાઈ નથી અને સરમુખ્યતાર સમાન વલણ

પોરબંદર નગરપાલિકાએ અચાનક બુલેટ ટ્રેન કરતા પણ વધુ ઝડપ પકડી હતી  પોરબંદર નગરપાલિકાના વિપક્ષના નેતાનુ કહેવુ છે કે, પોરબંદર નગરપાલિકાના જનરલ બોર્ડની મિટીંગ મળી હતી. મીટીંગની શરૂઆત રાષ્ટ્રગીતથી કરવામાં આવી હતી. આ પછી, ઠરાવો પર કોઈપણ પ્રકારની ચર્ચા કર્યા વગર માત્ર ૩૦ સેકન્ડમાં ૮૭ ઠરાવ પાસ કરી દેવામાં આવ્યા અને સભાને પૂર્ણ કરી દેવામાં આવી.

  વિપક્ષના નેતાનુ કહેવુ છે કે, આ તો લોકશાહીનુ સરેઆમ અપમાન જ કરાયુ છે. વિપક્ષે માગ કરી હતી કે, વિવિધ ઠરાવ પર ચર્ચા કરવામાં આવે, પરંતુ તેને ધ્યાન પર લેવામાં આવી જ નથી. શાસક પક્ષનુ આ વલણ સરમુખ્ત્યાર સમાન છે.

(8:49 pm IST)