સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 30th May 2018

સૌરાષ્ટ્ર-કચ્છમા ગરમીમા સામાન્ય રાહતઃ સુરેન્દ્રનગર ૪૩.૮, રાજકોટ ૪૧.૬ ડિગ્રી

રાજકોટઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા ગરમીમા સામાન્ય રાહત થઇ છે અને મહતમ તાપમાનમા ૧ થી ૨ ડિગ્રી તાપમાનનો ઘટાડો નોંધાયો છે.

આજે સુરેન્દ્રનગરનુ મહતમ તાપમાન ૪૩.૮ ડિગ્રી, ગાંધીનગર ૪૨.૦ ડિગ્રી, અમદાવાદ અને રાજકોટ ૪૧.૬, ભાવનગર અને અમરેલી ૪૧.૦ વલ્લભ વિદ્યાનગરમા ૪૦.૭, કંડલા એરપોર્ટ ૩૯.૪, વડોદરામાં ૩૯.૧, પોરબંદરમાં ૩૪.૬ ડિગ્રી મહતમ તાપમાન નોંધાયુ છે.

(8:10 pm IST)