સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 30th May 2018

પાલીતાણાના બડેલી ગામની સીમમાં ઘાસમાં છુપાવેલ ૧૦પ પેટી દારૂ જપ્ત

ભાવનગર, તા.૩૦: ભાવનગર જીલ્લામાંથી પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સુચનાથી એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટરશ્રી ડી.ડી. પરમાર તથા એસ.ઓ.જી. સ્ટાફ તથા પાલીતાણા રૂરલ પો.સ્ટે.ના પ્રો. પોલીસ સબ ઇન્સ. આર.એચ.બાર તથા સ્ટાફના માણસો ગત રાત્રીના પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથે પોલીસ કોન્સ. હરેશભાઇ ઉલવા તથા નિતીનભાઇ ખટાણાર્નીં સંયુકત બાતમી આધારે પાલીતાણાના બડેલી ગામના બીપીનસિંહ ઉર્ફે બ્રીજરાજસિંહ રવુભા ગોહીલની વાડીએ પ્રોહી. અંગેની રેઇડ કરતા વાડીમાં ઘાસ તથા તલસરા નીચે તથા ફોર્ડ ફીગો કાર રજી.નંબર GJ 01 KN ૨૬૫૨ માં છુપાવી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની કાચની નાની-મોટી કંપની ર્ંસીલપેક બોટલ નંગ-૧૫૨૪ (પેટી નંગ-૧૦૫) કિ.રૂ. ૩,૭૮,૦૦૦ તથા મોબાઇલ ફોન-૫ કિ.રૂ ૯૫૦૦/- તથા કાર-૧ કિ.રૂટ્ટ. ૨,૫૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૬,૩૭,૫૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીઓ (૧) બીપીનસિંહ ઉર્ફે બ્રીજરાજસિંહ રવુભા ગોહિલ રહે. બડેલી તા.પાલીતાણા (૨) ભાવેશભાઇ ઉર્ફે બાબુ જેઠાભાઇ ચાવડા રહે. શિહોર (૩) અલ્પેશભાઇ ઉર્ફે લાલો મનુભાઇ મકવાણા રહેવાસી ભરતનગર ભાવનગર વાર્ળાં ને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આગળની તપાસ એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમાર નાઓ ચલાવી રહ્યા છે.

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમાર તથા પાલીતાણા રૂરલ પો.સ્ટે.ના પ્રો.પોલીસ સબ ઇન્સ. આર.એચ.બાર તથા એસ.ઓ.જી. સ્ટાફના હેડ કોન્સ. બલવીરસિંહ જાડેજા તથા યોગેન્દ્રસિંહ ગોહિલ તથા જગદીશભાઇ મારૂ તથા પોલીસ કોન્સ. હરેશભાઇ ઉલવા તથા નિતીનભાઇ ખટાણા તથા સોહિલભાઇ ચોકીયા જોડાયા હતા.

(4:10 pm IST)