સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 30th May 2018

મહિલાને માર મારીને ખૂનની ધમકી :ચોટીલા પાલિકા પ્રમુખ સહિત ૩ સામે ફરીયાદ

વઢવાણ, તા. ૩૦ : ચોટીલા પાલિકા પ્રમુખ પુત્ર અને ભાણેજ સામે ઉકરડા ભરવવાના મુદે મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાના ગુનો દાખલ થતા ચકચાર ફેલાઇ છે.

ચોટીલાના મુકતાબેન વાલાણીને ગત તા. ર૩ના રોજ નગરપાલિકા પ્રમુખ રવુભાઇ ખામક તેમના દિકરા ઉદયભાઇ અને ભાણેજ જકાભાઇ ખવડ તથા પાલિકાના બે કર્મીઓ ડાયમંડ સોસાયટીમાં ઉરકડો ભરાવતા હતાં જે ઉકરડો તેઓના તેમના બહેનના પ્લોટમાં હોવાથી ભરવાની ના પાડતા આ માણસો એકદમ ઉશ્કેરાઇ જતા ગાળો આપી હતી ત્યારબાદ લાકડી વડે મુકતાબેન અને તેના જેઠાણી કમળાબેનને મુઢ માર મારી મારી નાખવાની ધમકી આપી ફરીયાદ કરશે તો ટાંટીયા ભાગી નાખવાની ધમકી આપી હતી.

મુકતાબેન વાલાણીએ પાલિકા પ્રમુખ રવુભાઇ ખાચર ઉદયભાઇ અને જકાભાઇ સામે ચોટીલા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. પીએસઆઇ જે.જે. ચૌહાણે વધુ તપાસ હાથ ધરી છે.

(3:57 pm IST)