સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 30th May 2018

જામનગર અને ઘુડશીયામાં જુગાર રમતા ૧૪ શખ્‍સોની ધરપકડ

જામનગર તા. ૩૦ : જામનગર અને ઘુડશીયામાં જુગાર રમતા ૧૪ શખ્‍સોને પોલીસે ઝડપી લીધા છે.

અહીં પંચ એ-ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં એ.એસ.આઈ. ડી.બી.જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, ધુડશીયા ગામ નજીક પઠાપીર ની દરગાહ સામે, જગદીશભાઈ વિરજીભાઈ મધાણીના ખેતરમાં તા.જિ.જામનગરમાં જગદીશભાઈ વિરજીભાઈ માધાણી, કિરીટભાઈ જયંતીભાઈ સંઘાણી, જલ્‍પેશભાઈ જયંતીભાઈ સોજીત્રા, લલીતભાઈ વલ્લભભાઈ  વાગડીયા, મહેશભાઈ વિરજીભાઈ માધાણી, કિશોરભાઈ રામજીભાઈ ભંડેરી, પ્રવિણભાઈ બચુભાઈ પીપરવા, રમેશભાઈ વિઠલભાઈ સોજીત્રા, સુરેશભાઈ ભીમજીભાઈ માધાણી રે. બધા ધુડશીયા ગામ, તા.જિ.જામનગરવાળા જાહેરમાં ગંજીપતાના પાના પૈસા વડે રોકડા રૂપિયા ની હારજીતનો જુગાર રમી રમતા રેઈડ દરમ્‍યાન રોકડા કુલ રૂા. ર૩૦૮૦ તથા મોબાઈલ ફોન નંગ-૯ કિંમત રૂા. ૧રપ૦૦ તથા મોટરસાયકલ નંગ-પ કિંમત રૂા. ૧,રપ,૦૦૦ સહીત કુલ મુદામાલ રૂા.૧૬૦પ૮૦ સાથે ઝડપાઈ ગયેલ છે.

અહીં સીટી એ-ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. કલ્‍પેશભાઈ પ્રતાપભાઈ ઠાકરીયા એ ફરીયાદ નોંધાવી છે કે, જુનો કુંભારવાડો, આશાપુરા મંદિર પાસે, આ કામના આરોપી કૈલાસ નારસંગભાઈ ઠાકોર, હનીફભાઈ દાઉદભાઈ સચડા, શબ્‍બીરભાઈ હુશેનભાઈ અબ્‍દુલભાઈ સૈયદ, હજર હુસેન અબ્‍દુલભાઈ સૈયદ રે. જામનગરવાળા જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીત કરી જુગાર રમી રમતા રોકડા રૂપિયા ર૪,પ૮૦ તથા ગંજીપતાના નંગ- પર ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ક્રિકેટ રમવા બાબતે  બોલચાલી થતા માર માર્યો

અહીં સીટી એ-ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કિશોરભાઈ પ્રેમભાઈ સવાણી એ ફરીયાદ નોંધાવી છે કે, સાધના કોલોની પહેલો ગેઈટ નીચે આ કામના ફરીયાદી કિશોરભાઈ શાંતીલાલ ડાયાલાલભાઈ રે. જામનગર તથા ત્રણ અજાણ્‍યા ઈસમો આ કામના ફરીયાદી કિશોરભાઈના ઘર સામે ક્રિકેટ રમવા બાબતે બોલચાલી થતા ફરીયાદી કિશોરભાઈને આ કામના આરોપીઓ શાંતિલાલ તથા ત્રણ અજાણ્‍યા ઈસમો દ્વારા સાહેદોને લાકડાના ધોકાથી મારમારી ઈજા કરી તેમજ ફરીયાદી કિશોરભાઈને ડાબા હાથમાં કાંડામા ફેકચર જેવી ઈજા કરી ગાળો કાઢીને ડી.એમ. સાહેબના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

બીયરના ટીન સાથે ઝડપાયો

અહીં સીટી સી-ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. રાજેન્‍દ્રસિંહ બચુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, સંજીવની મેડીકલવાળી શેરીમાં દિવ્‍યમ પાર્ક  હિતેન હેમાશંકર ત્રિવેદી રે. જામનગરવાળો ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્‍જાના રહેણાક મકાનમાં ભારતીય બનાવટના બીયર કિંગ ફિશર કંપની શીલબંધ ટીન નંગ-ર૦ જેની કિંમત રૂા.ર,૦૦૦ના મુદામાલ સાથે ઝડપાઈ જતા ગુનો કરેલ છે.

 

(3:34 pm IST)