સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 30th May 2018

પોરબંદરમાં ટેકાના ભાવે ખરીદ કરાયેલા ૬ કરોડના ચણા ખૂલ્લામાં ધૂળ ખાય છે

વરસાદથી સુરક્ષિત રાખવા વેર હાઉસની વ્યવસ્થા નહીઃ તંત્રની બેપરવાહી

પોરબંદર, તા.૩૦: સરકાર દ્વારા ટેકાના ભાવથી ખરીદ કરાયેલા ચણાનો મોટા જથ્થાને ખૂલ્લામાં ધૂળ ખાતા મૂકી દેવામાં આવ્યાં છે. આ ચણા તડકામાં શેકાય રહ્યાં છે અને ચોમાસુ નજીક હોય છતાં વરસાદથી સુરક્ષિત રાખવામાં તંત્ર બેપરવાહ બનેલ છે.

ચાલુ માસ દરમ્યાન પોરબંદર શ્રી પોરબંદર તાલુકા ખરીદ વેચાણ સંદ્ય લીમીટેડ દ્રારા ખરીદી કરવામાં આવી જેમાં ૨૯.૦૫૪ ગુણી ચણા ખરીદી કરવામાં આવી છે જે એક ગુણીમાં ૫૦ કિલો ચણા ની ભરતી હોય છે તો કિલોનો હિસાબ કરીએ તો આ ચણા ૧.૪૫.૦૨.૭૦૦ કિલો થાય છે અને કિવન્ટલ નો હિસાબ કરીયેતો ૧૪.૫૨૭ થાય છે અને આ ખરીદી એક કિવન્ટલ નો ભાવ ૪.૪૦૦/- અંકે ચાર હજાર ચારસોના ભાવે ખરીદી કરવામાં આવી છે તો કુલ હિસાબે ૬.૩૯.૧૮.૮૦૦/- અંકે છ કરોડ ઓગણચાલીસ લાખ આધાર હજાર આઠસોની થાય છે..

માલ વેર હાઉસ ગોડાઉન નાં અભાવે તમામ ચણા ધૂળ ખાતા છે અને તડકામાં સેકાય રહ્યા છે ખેડૂતો આખું વર્ષ મહેનત કરે ત્યારે આ ચણા નો પાક થાય છે અને પોરબંદરનાં ઘેડ પંથકના વિસ્તારોમાં ચણા નો સૌથી મોટો પાક થાય છે અને આ ચણા વધુ ભાવ મળે અને સારા ચણા ની ઉપજ થાય તે માટે ખેડૂતો મહેનત કરતા હોય છે પણ કયાંક મંડળી અને સરકારની બેદરકારીના લીધે આ ચણાં ભગવાન ભરોસે છે..

સરકારે ગોડાઉન ની વ્યવસ્થા કરી તો છે એ પણ પોરબંદરથી ૧૦૦ કી.મી દુર આ બોરીઓ ઠાલવવા માં હવે સરકાર આ માલ જેતપુર સુધી ઠાલવવા કેટલા રૂપિયા ભાડા ખર્ચ કરે છે અને કેટલા દિવસમાં આ બધું રાજકોટ જીલ્લાના જેતપુર સુધી પહોચાડે છે અને ત્યાં પણ આ માલ સેફટી થી રખાશે કે કેમ તે પણ એક સવાલ છે.(૨૩.૮)

(1:01 pm IST)