સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 30th May 2018

સૌરાષ્ટ્ર-કચ્છ બેન્ક કર્મચારીઓ હડતાલમાં જોડાયા

બે દિવસની હડતાલથી નાણા વ્યવહાર ખોરવાયો : એટીએમ ઉપર ગ્રાહકોની ભીડ

વઢવાણ : તસ્વીરમાં બેન્ક હડતાલના ભાગે બેન્ક બંધ નજરે પડે છે.

રાજકોટ, તા. ૩૦ :  આજથી બેન્ક કર્મચારીઓની બે દિવસની હડતાલ સાથે આંદોલનના મંડાણ થયા છે જેમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના બેન્ક કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે.

જેના કારણે નાણાકીય વ્યવહાર ખોરવાયો છે જયારે એટીએમ ઉપર ગ્રાહકોની ભીડ જામી છે.

વઢવાણ

વઢવાણ : સુરેન્દ્રનગર ખાતે  આજથી બેન્કના કર્મચારીઓની માંગણીઓના સંદર્ભે બેન્કના તમામ કર્મચારીઓ ગુજરાત લેવલે બેન્કના કર્મીઓની બે દિવસીય હડતાળ પાડવામાં આવતા આજે તમામ બેકિંગ વ્યવહાર ઉપર ખાતેદારોની બુક લાગી ગયેલ છે.

ત્યારે શહેરમાં કરોડોના લાખોના વ્યવહાર હાલમાં બેન્ક હડતાડના કારણે ખોરવાઇ ગયા છે ત્યારે બેન્ક હડતાલને લઇને સવારથી જ તમામ બેંકો હડતાળમાં જોડાતા બંધ હાલમાં બેંકો જોવા મળી હતી. એ.ટી.એમ. ઉપર લોકોના ઘસારા નાણા ઉપાડવા માટે જોવા જાણવા મળ્યા હતા. (૯.૬)

(1:00 pm IST)