સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 30th May 2018

સુરેન્દ્રનગરમાં પાઇપ લાઇન તૂટતા પાણીનાં રપ ફુટ ઉંચા ફુવારા ઉડયા

વઢવાણમાં સમ્પ ઓવરફલો થતા લાખો લિટર પાણી વેડફાયુ

વઢવાણ : તસ્વીરમાં પાણીના ફુવારા અને રસ્તા ઉપર ફરી વળેલ પાણી નજરે પડે છે. (પ-૧૯)

વઢવાણ તા. ૩૦ :.. સુરેન્દ્રનગરનાં નવા જંકશન વિસ્તારમાં આડેધડ ખોદકામ દરમિયાન પાણીની પાઇપ લાઇન તૂટતા રપ  ફુટ ઉંચા પાણીના ફુવારા ઉડયા હતાં. અહીં ૮ દિવસે પાલિકા તંત્ર દ્વારા પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. તેવા સમયે પાણીનો વેડફાટ થઇરહ્યો છે.

વઢવાણ -ધોળીપોળ વિસ્તારની પાણીની ટાંકી અને સમ્પમાંથી શહેરીજનોને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે. ત્યારે આ સમ્પમાંથી લાખો લીટર પાણી વેડફાઇ હોવાનું લોકોને નજરે ચડતા રોષ ફેલાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાનો ધોળધજા ડેમમાંથી વઢવાણના ભકિતનંદન, ધોળપોળ, આંબાવાડી, તેમજ હવા મહેલ વિસ્તારમાં આવેલી પ૭ લાખ લીટરની ક્ષમતા વાળી પાણીની ટાંકી તેમજ સમ્પ ભરવામાં આવે છે. ત્યારબાદ જુદા જુદા વારા પ્રમાણે શહેરના લોકોને અંદાજે ૧૦ થી ૧૩ એમ. એલ. ડી. પીવાનું પાણી આપવામાં આવે છે. જયારે બીજી તરફ પાણીના ટેન્કરોની ચોરીની બુમરાણા ખુદ પાલિકા તંત્રમાં ઉઠી છે. પરંતુ  હજુ સુધી પાણી ચોરી પકડાઇ નથી.

આ અંગે વઢવાણ પાલિકા વોટર વર્કસના એન્જીનીયર કિશનભાઇધંધુકાએ જણાવ્યું કે ટાંકી અને સમ્પમાં પાણી સંગ્રહ થયા બાદ ચાર જગ્યાએ વાલ બંધ કરવો પડે છે. જેના કારણે કેટલીક વાર સમ્ય ઓવરફલો થઇ જતાં પાણી સમ્પ ઉપરથી જાય છે. (પ-૧૯)

(12:59 pm IST)