સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 30th May 2018

બાળપણમાં માતૃભોમની રક્ષામાં જોડાવવા લીધેલી પ્રતિજ્ઞા પરિપૂર્ણ

બાબરા તાલુકાનાં શીરવાણીયા ગામનાં હિતેષ દેવચંદભાઇ રોજસરા ટ્રેનીંગ પૂર્ણ કરીને વતન આવતા ભવ્ય સ્વાગત

બાબરા, તા. ૩૦ :  તાલુકામાં શીરવાણીયા ગામના યુુવકે બાલ્યઅવસ્થામાં માતૃભોમની રક્ષામાં જોડવા લીધેલી પ્રતિજ્ઞા યુવાનીમાં સાકાર કરી ભારતીય આર્મી ફોર્મમાં સ્થાન મેળવી ટ્રેનિંગ પરીયડ પુર્લ કરી લીધા બાદ ગઇકાલ માદે વતન આવી પહોંચતા શીરવાણીયા ગામ સમસ્ત દ્વારા પનોતા પુત્રનું સંતો મહંતોના આર્શીવાદ સાથે ભવ્ય સ્વાગત સામૈયા કરવામાં આવ્યા હતા.

શીરવાલીયા રહેતો યુવક હિતેશ દેવચંદભાઇ રોજાસરા આર્મી સોલ્ઝર ભરતી પ્રક્રિયામાં ભાવનગર ખાતે પસંદગી પામ્યા બાદ મહારાષ્ટ્રના નાસીક ખાતે ટ્રેનીંગમાં સરકારી રીતે જવા પામ્યો હતો.

ટ્રેનિંગ દરમ્યાન સમુળગા કાર્યમાં નિપૂર્ણ ઉતરેલો હિતેશ રોજાસરા આજે બપોર બાદ વતનના ગામ શીરવાણીયા ખાતે પરત ફરવા પામતા ગ્રામજનો પરિવાર મિત્રોનો ઉત્સાહ અનેરો જોવા મળેલ હતો. સાધુ-સંતો પરિવાર ગ્રામજનો દ્વારા આવકારી વાજતે ગાજતે સ્વાગત કરી માતૃભાષાની રક્ષા માટે અભિનંદન આપવામાં આવ્યા હતા.

આર્મી ફોર્સમાં સીલેકટ થયેલા જવાને માતૃભોમની રક્ષા માટે બાલ્ય અવસ્થામાં પોતાની પ્રતિજ્ઞા જાહેર કરી પોતાની પ્રતિભા આગળ વધારવા પામી હતી. (૯.પ)

(12:57 pm IST)