સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 30th May 2018

પોરબંદરના કેળવણીકાર ડો.ઇશ્વરભાઇ ભરડાને શિક્ષણ શાસ્ત્રી એવોર્ડ

પોરબંદર, તા.૩૦ : કેળવણીકાર ડો.ઇશ્વરલાલ ભરડાને શિક્ષણ શાસ્ત્રી ગૌરવ એવોર્ડ તા.૩જીએ રવિવારે સાંજે ૬.૩૦ વાગ્યે રવિન્દ્ર રંગમંચ ખાતે યોજાનાર સમારંભમાં એનાયત કરાશે.

રાજય સરકાર સંચાલિત શ્રી રામબા ગ્રેજયુએટ ટીચર્સ કોલેજના પૂર્વ પ્રિન્સીપાલ, માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત ડો.વી.આર. ગોઢાણીયા બી.એડ કોલેજના પ્રિન્સીપાલ ડો. ઇશ્વરભાઇ ભરડાએ પોરબંદર સહિત સૌરાષ્ટ્રના વિવિધ જીલ્લા શિક્ષણ તાલીમ ભવનોના પ્રાચાર્ય તરીકે, રાજય સરકારની શિક્ષણ સંશોધન અને શિક્ષણ સુધારણાની વિવિધ અભ્યાસ સમિતિમાં સલાહકાર તરીકે તેમજ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે જેમના હાથ દ્વારા હાથ ધરાયેલા અનેકવિધ તેમજ ઉચ્ચ શિક્ષણક્ષેત્રે જેમના હાથ દ્વારા હાથ ધરાયેલા અનેકવિધ શિક્ષણ અને સંશોધનના નવતર પ્રયોગો એ ન્યુ દિલ્હી (એન.સી.ઇ.આર.ટી) એન.સી.ટી.ઇ., એમ.એચ.આર.ડી. નીયા જેવી દેશની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં સ્વીકાર પામી ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. તે અનેક એવોર્ડ સન્માન મેળવી પણ શિક્ષણ ગુજરાતમાં શિક્ષકો અને વિદ્યાર્થી આલમના સ્થાન હ્રદયભર્યુ સ્થાન ધરાવે છે.

(12:12 pm IST)