સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 30th May 2018

બગસરામાં આધ્યાત્મિક ખેતી ખેડૂત શિબીર-સન્માન

બગસરા : માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતોને પોતાના બજેટ ખેતી કરી શકે તેવા હેતુ અન્વયે આધ્યાત્મિક ખેતી ખેડૂત શિબિર અને સન્માન સમારંભ પૂર્વ કૃષિ મંત્રી દિલીપભાઇ સંઘાણીની ઉપસ્થિતિમાં યોજાયેલ જેમાં બગસરા, કુંકાવાવ, તેમજ વડીયા તાલુકાભરના ખેડૂતોને દવાઓના ઓછા ઉપયોગ અને પાણીનો સદ ઉપયોગી થાય તેવા હેતુ આધારિત ખેતી દ્વારા ખેડૂત પોતે પુરુ વળતર મેળવી શકે તે માટે માર્ગદર્શન અપાયુ હતું. જેમાં પૂર્વ ધારાસભ્ય બાવકુભાઇ ઉઘાડ સાંસદ નારણભાઇ કાછડીયા તેમજ રાજકીય આગેવાનો તેમજ ખેડૂતો ઉપસ્થિતિ રહેલ આ તકે બગસરા સ્વામીનારાયણ મંદિરના સ્વામી વિવેકસવરૂપે આધ્યાત્મિક ખેતી વિશે માર્ગદર્શન આપ્યુ હતું. આ કાર્યક્રમ જુનાગઢ જીલ્લા ઇન્ચાર્જ વિકાસ અધિકારી જે. કે. ઠેશીયાને વિદાય સમારોહ યોજાયેલ હતો તેમ માર્કેટ યાર્ડના પ્રમુખ કાંતીભાઇ સતાસીયાએ જણાવ્યુ છે.

(12:08 pm IST)