સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 30th May 2018

પોરબંદર : મારૂતિ કંપની સામેની ફરીયાદ રદ કરતું ગ્રાહક ફોરમ

પોરબંદર તા ૩૦ : મારૂતી સુઝુકી કંપની સામે થયેલી ફરીયાદ ગ્રાહક સુરક્ષા ફોરમે રદ કરી હતી

પોરબંદરના રહેવાસી પ્રિતેશ રતીલાલભાઇ લાખાણી દ્વારા મારૂતી સુઝુકી ઇન્ડીયા લી. દિલ્હી, અમદાવાદ તથા અતુલ મોટર્સ પ્રા.લી. સામે ગ્રાહક સુરક્ષા ફોરમમાં એવા મતલબની ફરીયાદ કરેલી હતી કે, તેના દ્વારા તા ૧૦/૦૨/૨૦૧૩ ના રોજ અતુલ મોટર્સ પ્રા.લી. માંથી રૂ.૯,૦૪,૦૦૦/- અંકે રૂપીયા નવલાખ ચાર હજાર પુરાની  ''અટીંગા'' મોડલ ની ખરીદી કરેલી હતી, પરંતુ ગાડી લીધા બાદ તેમાં ઓઇલ વધારે ખવાતા હોવાના કારણે ગ્રાહક સુરક્ષા ફોરમમાં કંપની ગાડી બદલાવી આપે એટલ ેકે પોતે ખરીદ કરેલી ગાડી પરત લઇ લે અને નવી ગાડી કંપની દ્વારા તેને આપવામાં આવે તેવી ફરીયાદ તેઓએ ગ્રાહક સુરક્ષા ફોરમમાં કરેલી હતી.

સામે પક્ષે મારૂતી સુઝુકી કંપની તથા અતુલ મોટર્સ વતી પોરબંદર ના એડવોકેટ દિપકભાઇ બી. લાખાણી એ વિગતવાર કોર્ટમાં જવાબ આપેલો હતો અનેદલીલ કરતા જણાવેલ કે, ફરીયાદી દ્વારા જયારે જયારે ફરીયાદ કરેલ ીે ત્યારે ત્યારે સેવા પુરી પાડવામાં આવેલ છે અન ેસંતોષ થાય તેવી સર્વિસ આપવામાં આવેલ છે અને ફરીયાદીએ ગાડીમાં મેન્યુ ફેકચરીંગ ડીફેકટ છે. તેવી કોઇ ફરીયાદ કયારેય કરેલ નથી. એટલુંજ નહીં તે સબંધે કોઇ એક્ષપોર્ટનો અભિપ્રાય પણ આપેલ નથી અને માત્ર કોઇ ગેરેજ ના કારીગર કાંઇપણ લખી આપે તો તે એક્ષપોર્ટનો અભિપ્રાય ગણી શકાય નહીં. તેમજ અશોકભાઇ વાઘેલા દ્વારા પોતાની ગાડી વિશે કોઇ અભિપ્રાય લખેલો હોય તો ત ેહાલની ગાડી માટે લાગુ પાડી શકાય નહીં કારણકે દરેક ગાડીનું મેન્યુફેકચરીંગ અલગ અલગ થાય છે, અને તે રીતે કંપની દ્વારા સેવા આપવામાં કોઇ ખામી રાખેલ ન હોય અને તે રીતે આ તમામ  દલીલોન ેધ્યાનેરાખી ગ્રાહક સુરક્ષાના પ્રમુખ જજશ્રી એમ.વી. ગોહેલ દ્વારા ફરીયાદીની ફરીયાદ અરજી નામંજુર કરેલ છે.

આ કામમાં કંપની વતી પોરબંદરના એડવોકેટ શ્રી દિપકભાઇ બી. લાખાણી, ભરતભાઇ બી. લાખાણી તથા હેમાંગ દિપકભાઇ લાખાણી રોકાયેલા હતા.

(12:07 pm IST)