સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 30th May 2018

જેતપુર યુવા ભાજપ દ્વારા જળ બચાવો જન જાગૃતિ રેલી

 જેતપુર : ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલ સુજલામ સુફલામ જળસંચય યોજના અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી હોય તે અંગે લોકો જાગૃત થાય અને પાણી બચાવો તેવા આશ્રયથી ગઇકાલે યુવા ભાજપ દ્વારા શહેરમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ હતુ. તેમાં કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, પાલીકા પ્રમુખ કુસુમબેન સુરેશભાઇ સખરેલીયા, પ્રશાંતભાઇ કોરાટ, રાજુભાઇ પટેલ, જેન્તીભાઇ રામોલીયા સહિતના આગેવાની હેઠળ બાઇક રેલી શહેરના મુખ્ય માર્ગ પર ફરી હતી. આ રેલીમાં મેહુલ વોરા, સત્યેન ગોસાઇ, રાહુલ આસનાણી, લક્ષ્મણ ખટવાણી, મહેશ ડોબરીયા, અલ્પેશ વ્યાસ સહિતના બહોળી સંખ્યામાં જોડાયા હતા. (તસ્વીર - અહેવાલ : કેતન ઓઝા, જેતપુર)

(12:04 pm IST)