સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 30th May 2018

સરકારી કચેરીઓમાં કોન્ટ્રાકટરો દ્વારા કર્મચારીઓનું શોષણ અટકાવવા સમાન કામ સમાન વેતન આપો

વિજયભાઇ રૂપાણીને રજૂઆત કરતા વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયા

જુનાગઢ, તા.૩૦: વિસાવદરનાં કોંગ્રેસના ધારાસભ્ય અને વિધાનસભા વિરોધ પક્ષનાં ઉપદંડક હર્ષદભાઇ રીબડીયાએ રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને પણ પાઠવીને રાજયનો દરેક સરકારી કચેરીઓમાંથી કોન્ટ્રાકટરો દ્વારા પાર્ટ ટાઇમ કર્મચારીઓનું શોષણ અટકાવવા કોન્ટ્રાકટ પ્રથા રદ કરીને સમાન કામ સમાન વેતન આપીને તેમનુ શોષણ અટકાવવા માંગણી કરવામાં આવે છે.

ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયાએ જણાવ્યુ છે કે રાજય સરકાર એકબાજુ શ્રમિકોને લઘુતમ વેતન અને શ્રમિકોની સુરક્ષા માટેનાં અનેક કાયદાઓ બનાવેલા છે આ કાયદાઓ માત્ર સરકારી કચેરીઓ સિવાયનાં અન્ય અર્ધસરકારી અને ઉદ્યોગોને જ લાગુ પડે છે સરકારશ્રીને નહિ? ઉદ્યોગો અને અર્ધસરકારી વિભાગોમાં જે કર્મચારીનું શોષણ થતુ નથી તેનાથી વધારે તો સરકારશ્રીની માલીકીની કચેરીઓમાં કોન્ટ્રાકટર દ્વારા પાર્ટ ટાઇમ કર્મચારીઓને થઇ રહ્યુ છે.

પાર્ટ ટાઇમ કર્મચારીઓ જે જે સરકારીઓમાં કામ કરી રહ્યા છે ત્યારે સરકારશ્રીની જ કચેરીઓમાં કર્મચારીનું શોષણ થતુ હોય તે કોન્ટ્રાકટ શોષણ કરે છે તે નહિ પરંતુ સરકાર જ પાર્ટ ટાઇમ કર્મચારીનું શોષણ કરાવે છે. તે વાતને નકારી શકાય નહિ. કારણ કે, સરકારશ્રી  અર્ધસરકારી અને ઉદ્યોગોને કર્મચારીઓનાં હિતમાં અનેક નિયમો બનાવેલ હોય તે નિયમોનું પાલન તેઓ ન કરે તે તેમના વિરૂધ્ધ આપના જ સરકારી વિભાગો દ્વારા પગલા લેવામાં આવે છે

સરકાર દ્વારા જ પાર્ટ ટાઇમ કર્મચારીઓનું શોષણ કરવામાં આવતુ હોય તે શું કાયદેસર છે? પાર્ટ ટાઇમ કર્મચારી પણ ફુલ ટાઇમ કાયમી કર્મચારીથી પણ વધારે કામ કરતા હોય છે. ત્યારે આવા કર્મચારીઓ ઉપર અન્યાય કેમ? શા માટે સરકાર વચેટીયાઓ મારફતે પાર્ટ ટાઇમ કર્મચારીઓનું શોષણ કરાવે છે? જે વેતન સરકાર અને કોન્ટ્રાકટરો વચ્ચે એગ્રીમેન્ટ કરાર મુજબ થયેલ હોય તે વેતન પાર્ટ ટાઇમ કર્મચારીઓને જે રીતે પગાર ચુકવવાનો હોય છે તેમાંથી ૩૦% રકમ સરકારનાં મળતીયા કોન્ટ્રાકટરો પાર્ટ ટાઇમ કર્મચારીઓનાં હકકની કમાઇ ઓફીસમાં બેઠા બેઠા લઇને પાર્ટ ટાઇમ કર્મચારીઓનાં હકકની કમાઇ ઓફીસમાં બેઠા બેઠા પાર્ટ ટાઇમ કર્મચારીઓ પર અન્યાય છે.

જેથી સરકારી વિભાગોમાંથી કોન્ટ્રાકટ પ્રથા રદ કરીને સમાન કામ સમાન વેતન પાર્ટ ટાઇમ કર્મચારીઓને આપવામાં આવે તેવી માંગણી છે. આ કાર્યવાહીનો નિર્ણય સરકાર દ્વારા દિવસ-૧પ માં જ લેવામાં આવે નહિતર જુનાગઢ જીલ્લાથી પાર્ટ ટાઇમ કર્મચારીઓનાં ન્યાય માટેની લડત શરૂ કરવા જીલ્લા લેવલે એક મીટીંગનું આયોજન કરવામાં આવશે અને આ પાર્ટ ટાઇમ કર્મચારીઓનાં શોષણનો પ્રશ્ન વિધાનસભામાં પણ પુછવામાં આવશે જેથી તાત્કાલીક ન્યાય મળે અને શોષણ થતુ અટકે તે માટે કાર્યવાહી કરવા અંતમાં, ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયાએ માંગણી કરી છે.

(12:03 pm IST)