સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 30th May 2018

ખંભાળિયા નજીક એન્જીન ઉતરી ગયુ

રેલ વ્યવહારને કોઇ અસર નહી : તમામ પ્રકારની કામગીરી પૂર્વવત

જામનગરઃ  દ્વારકા થી જામનગર તરફ જઇ રહેલ પાવર એન્જીન ખંભાળિયા રેેલવે સ્ટેશન નજીક ટ્રેક ચેન્જ કરવા જતા  ટ્રેક પરથી ખસકી પડ્યુ હતુ. એન્જીન ટ્રેક પરથી નીચે ઉતરી જતાં ખંભાળિયા સ્ટેશન પરથી પસાર થતી ટ્રેન વ્યવહાર ૩૦ મિનિટ જેટલો  ખોરવાયો હતો. રેલવે તંત્ર દ્વારા રેલવે વ્યવહાર શરૂ કરવા કાર્યવાહી કબરાઇ હતી. (તસ્વીર : કિંજલ કારસરીયા , જામનગર)

ખંભાળિયા તા.૩૦ : ખંભાળિયા પંથકમાંથી પસાર થતા રેલવે ટ્રેક પર હાલ રેલવે તંત્ર દ્વારા કાંકરી પાથરવા તથા સેન્ટીંગ જેવી કામગીરી  કરવામાં આવી રહી છે. રેલવે ટ્રેક પર આ કામગીરી માટે કાંકરીની  ખાસ માલગાડી (બલાસ) અંગેનું કામકાજ ચાલુ છે.

સાંજે આશરે છ વાગ્યે અહિના સાંઇબાબાના મંદિર તરફથી ખંભાળિયા રેલવે  સ્ટેશન તરફના રેલવે ટ્રેક પર બીજા પાટા પરથી ઉતરી ગયુ હતુ. ડબ્બા કે માલગાડી વગરના માત્ર એન્જીન આ જ સ્થળે થંભી ગયુ હતુ. બાદમાં મોડી સાંજે આ એન્જીન ટ્રેક પર  ચડાવવા માટે ખાસ ગાડી અહિં આવી હતી અને રાત્રે આ એન્જીન પાટા પર ચડાવવાની કામગીરી કરવામાં આવી હતી. રેલવેની મેઇન લાઇન નં.-૧માં કોઇ જ નડતર રૂપ ન થતાં રેલ વ્યવહારને કોઇ જ અસર પડી ન હતી. ઉપરાંત વાહન વ્યવહાર પણ પૂર્વવત રહ્યો હતો. કોઇ મોટી નુકશાની કે સમસ્યા ઉભી ન થતાં તંત્રએ રાહતનો દમ ખેંચ્યો હતો.

(12:01 pm IST)