સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 30th May 2018

જુનાગઢ કોર્પોરેશને ૩ ગોૈશાળાને સોંપેલી ૬૦૦ ગાયમાતાના મોત માટે જવાબદાર કોણ ?

તોરણીયાની ગોૈશાળામાં વધુ એક ગોૈમાતાનું મોત

જુનાગઢ તા.૩૦: જુનાગઢ કોર્પોરેશને ૩ ગોૈશાળાને સોંપેલી ૬૦૦ ગાય માતાના કરૂણ મોત માટે જવાબદાર કોણ ? તેવો સવાલ ગોૈ પ્રેમીઓમાંથી ઉઠવા પામ્યો છે.

જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા ગોૈશાળામાં મોકલવામાં આવેલ ગોૈવંશના ટપોટપ મોત થઇ રહયા છે. મનપાએ ત્રણ ગોૈશાળાને સોંપેલી હોય એવી ૬૦૦થી વધુ ગાયમાતા મોતને ભેટી છે.

આ પ્રમાણેની ઘોર બેદરકારી માટે જવાબદાર કોણ ? અને હવે તબેલામાંથી ઘોડા નાસી છુટયા બાદ મનપા તંત્રએ તબેલા પર બે માણસોનો પહેરો ગોઠવ્યો છે.

 દર મ્યાન જુનાગઢના તોરણીયા ખાતેની ગોૈશાળામાં વધુ એક ગાય માતા મોતને શરણ થયા હોવાનું જાણવા મળેલ છે.

 આમ ગોૈકાંડમાં છેલ્લા ૧૩ દિવસમાં ગોૈશાળામાં ૧૯ પશુના મોત થયાનું જણાયું છે.ગોૈ માતાનો મોતનો સિલસિલો સત્વરે અટકે તે માટે મનપા તંત્રએ તાત્કાલીક અસરથી નક્કર કાર્યવાહી કરવી જોઇએ તેવી માંગણી ગોૈપ્રેમીઓમાંથી ઉઠી છે.

(12:00 pm IST)