સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 30th May 2018

બોટાદ જિલ્લાનું ધોરણ-10નું 68,40 ટકા પરિણામ

ઢસા કેન્દ્રનું સૌથી વધુ 87,34 ટકા અને સૌથી ઓછુ પરિણામ બરવાળા ઘેલાશા કેન્દ્રનું ૪૯.૬૯ ટકા

 

બોટાદ :ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ર૦૧૮માં લેવાયેલી બોર્ડની પરીક્ષામાં બોટાદ જિલ્લાનું ૬૮.૪૦ ટકા પરિણામ જાહેર થયેલ છે. બોટાદ જિલ્લામાં કુલ નોંધાયેલા ૯૩૭૧ પરીક્ષાર્થીઓ પૈકી ૯૩૩પ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી તે પૈકીના ૬૩૮પ વિધાર્થીઓ પરીક્ષામાં પાસ થતા બોટાદ જિલ્લાનું ૬૮.૪૦ જાહેર થયેલ છે. બોટાદ જિલ્લાનું ગત વર્ષ ર૦૧૭માં ૬૯.૮પ ટકા પરિણામ હતુ. તે વર્ષે ઘટીને ૬૮.૪૦ ટકા એટલે કે, એક ટકાનો ઘટાડો નોંધાયો છે.

 બોટાદ જિલ્લો સમગ્ર રાજયમાં ૧૭માં ક્રમે રહેવા પામ્યો છે. બોટાદ જિલ્લામાં સૌથી વધુ પરિણામ ઢસા ગામ કેન્દ્રનું ૮૭.૩૪ ટકા જયારે સૌથી ઓછુ પરિણામ બરવાળા ઘેલાશા કેન્દ્રનું ૪૯.૬૯ ટકા જાહેર થયું છે. બોટાદ જિલ્લામાં ૪૧ વિધાર્થીઓને - ગ્રેડ, ૩૩ર વિધાર્થીઓને - ગ્રેડ, ૭૮૯ વિધાર્થીઓને બી- ગ્રેડ, ૧૪ર૦ વિધાર્થીઓને બી- ગ્રેડ, ર૧૯૬ વિધાર્થીઓને સી- ગ્રેડ, ૧પ૩૦ વિધાર્થીઓને સી- ગ્રેડ, ૭૭ વિધાર્થીઓને ડી ગ્રેડ, પ૪૪ વિધાર્થીઓને - ગ્રેડ, ર૪૦૬ વિધાર્થીઓને - ગ્રેડ અને ૬૩૮પ વિધાર્થીઓ પરીક્ષામાં પાસ જાહેર થયા છે  બોટાદ જિલ્લામાં ટકા પરિણામ વાળી શાળાની સંખ્યા એક, ૩૦ ટકાથી ઓછી પરિણામ વાળી શાળાની સંખ્યા , અને સો ટકા મહત્તમ પરિણામ વાળી શાળાઓની સંખ્યા છે.

(10:23 pm IST)