સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th April 2021

પોરબંદરમાં માત્ર ૧૦ પાસ યુવાને બોગસ ડોક્ટરનો સ્વાંગ રચી મેડિકલ પ્રેકટીસ કરતા આખરે ઝડપાઇ ગયો

પોરબંદર SOG એ બોગસ ડૉક્ટરને ઝડપી દવા-ઈન્જેકશન-ટેબ્લેટ સહિત નો મુદ્દામાલ કબ્જે લઈ તપાસ હાથ ધરી

પોરબંદર : જુનાગઢ રેન્જના નાયબ પોલીસ નિરીક્ષકશ્રી મનીન્દર પ્રતાપસિંગ પવાર સાહેબ તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધીક્ષકશ્રી ડો.રવિ મોહન સૈની સાહેબ દ્વારા પોરબંદર જીલ્લામા માનવ જીંદગી જોખમાય તે રીતે કોઇપણ જાતની લાયકાત કે ડીગ્રી વગર મેડીકલ પ્રેકટીસ કરતા બોગસ ડોકટરોને શોધી કાઢી તેઓ વિરુધ્ધ કાર્યવાહી કરવા પોલીસ ઇન્સપેકટર કે.આઇ.જાડેજા તથા પો.સબ.ઇન્સ એચ.સી.ગોહીલનાઓને સુચના આપવામાં આવેલ જે સુચના આધારે પો.ઇન્સ તથા પો.સબ.ઇન્સ તથા એસ.ઓ.જી. ટીમના માણસો સાથે પેટ્રોલીગમા હતા. તે દરમ્યાન પો.કોન્સ મોહીત રાજેશભાઇ તથા યુ.એલ.આર સંજય કરશનભાઇ ને બાતમી મળેલ કે છાંયા નવાપરા મા રહેતા ચંદુલાલ ભાણજીભાઇ જાદવ રહે.છાંયા નવાપરા વાછરાડાડાના મંદીર પાસે જી. પોરબંદર ધંધો- મેડીકલ પ્રેકટીસ ધો.૧૦ સુધી અભ્યાસ કરેલ હોય અને કોઇપણ જાતના ડોકટર ની માન્ય યુનીવર્સીટી ની લાયકાત કે ડીગ્રી ન હોવા છતા બોગસ ડોકટર તરીકે મેડીકલ પ્રેકટીસ કરી અલગ-અલગ જાતની કેપ્સૂલ તથા ઇંજેકશનો વગેરે દવાઓ આપી પ્રેકટીસ કરી કેપ્સૂલ તથા ટેબ્લેટ તથા ઇંજેકશનો તથા મેડીકલ તપાસણીના સાધનો મળી કુલ કીંમત રૂપીયા ર૦૫૬૩/- ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

સદરહું કામગીરીમાં 2 કે.આઇ.જાડેજા, 251 એચ.સી.ગોહીલ તથા પો.હેડકોન્સ સરમણભાઇ સવદાસભાઇ તથા પોલીસ કોન્સ. સમીરભાઇ જુણેજા, મોહીત ગોરાણીયા, સંજયભાઇ ચૌહાણ, ડ્રા.ગીરીશભાઇ વાંજા રોકાયેલ હતા.

(8:16 pm IST)