સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th April 2021

સાવરકુંડલાની સિવીલ હોસ્પિટલમાં આઇસીયુ સાથે વેન્ટીલેટર આપવા પ્રતાપ દૂધાતની માંગણી

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ૩૦ :.. ધારાસભ્ય પ્રતાપભાઇ દૂધાતે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલને પત્ર પાઠવીને કે. કે. મહેતા સીવીલ હોસ્પિટલમાં આઇસીયુ સાથે વેન્ટીલેટર આપવા માંગણી કરી છે.

તેઓએ વધુમાં જણાવ્યું છે કે કે. કે. મહેતા સીવીલ હોસ્પિટલમાં આવેલી છે અને તેમાં કોવીડ-૧૯ ની દર્દીઓની સારવાર ચાલુ છે. પણ આ સીવીલ હોસ્પિટલમાં આઇ. સી. યુ. સાથે વેન્ટીલેટર ન હોવાથી ઘણા દર્દીઓના જીવ બચાવી શકાતા નથી જેથી કે. કે. મહેતા હોસ્પિટલમાં આઇસીયુ સાથે વેન્ટીલેટર આપવા મારી ખાસ માગણી છે અને જો સરકાર મારી માંગણી સ્વીકારે તો પ્રાઇવેટ સંસ્થા પાસેથી આઇસીયુ સાથે વેન્ટીલેટર લાવવાની મારી તૈયારી છે. જેથી આ હોસ્પિટલ આઇસીયુ સાથે વેન્ટીલેટરની હોસ્પિટલ બની શકે અને કોવીડ-૧૯ ના દર્દીને લાભ મળી શકે અને આવા દર્દીઓના જીવ પણ બચાવી શકાય.

ખાંભા, રાજુલા, ચલાલા તાલુકાના દર્દીઓ પણ આ હોસ્પિટલ સારવાર માટે આવે છે પણ હાલમાં આ હોસ્પિટલમાં આઇસીયુ સાથે વેન્ટીલેટર ન હોવાના કારણે ઘણા દર્દીના જીવ બચાવી શકાતા નથી જેથી કે. કે. મહેતા સાવરકુંડલા હોસ્પીટલમાં આઇસીયુ સાથે વેન્ટીલેટર આપવા પ્રતાપભાઇ ખુમાણે માગણી કરી છે.

(1:22 pm IST)