સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th April 2021

સાવરકુંડલા મહેતા હોસ્પિટલની મુલાકાત લેતા ધારાસભ્ય દુધાત

સાવરકુંડલા, તા.૩૦: લીલીયાના જાગૃત યુવા ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાતે સાવરકુંડલામા દર્દી નારાયણ માટે આશીર્વાદ સમાન કે.કે મેહતા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને કોરોના દર્દીના સગા સબંધીઓની મુલાકાત કરી તેવોને અને દર્દીને પડતી મુશ્કેલી બાબત ચર્ચા કરી હોસ્પિટલના અધિશક પટેલ સહિતના સ્ટાફ સાથે મિટિંગ કરી હોસ્પિટલમાં શું શું અગવડતા છે તે વિશે ચર્ચા કરી હતી અને અહીં આવનાર દર્દીને સારો જવાબ મળે અને સારામાં સારી સારવાર મળે દર્દીને ઘર જેવી ફીલિંગ્સ આવે અને માનસિક રીતે સ્ટેબલ રહે અને જલ્દી સાજા થાય તે માટે તમામ સ્ટાફે સારી એવી મેહનત કરવા ધારાસભ્ય દૂધાતે સ્ટાફને સૂચન કરેલ અને કોરોના ર્વોડમાં દર્દીને કાંઇ અગવડ ન પડે માટે એક એક ડોકટરે ૧૦ ૧૦ દર્દીની જવાબદારી સાંભળવા ભલામણ કરેલ જેથી દરેક દર્દી ઉપર ધ્યાન દઇ શકાય. આ તકે ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત સાથે જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ હાર્દિકભાઈ કાનાણી. વિરદાદા જસરાજ સેનાના પ્રમુખ હિતેશભાઈ સરેયા,  નગરસેવક નસીરભાઈ ચૌહાણ, રાજેભાઈ ચૌહાણ, (ટકાભાઈ) નગરસેવક અશોકભાઈ  ખુમાણ, ભાવેશ બગડા, હસુભાઈ બગડા, ઈકબાલભાઈ ગોરી, સશીભાઈ અઢિયા, માયુરભાઈ વાઘેલા, સહિતના કાર્યકરો સાથે ઉપસ્થિત રહેલ અને કોંગ્રેસના તમામ કાર્યકરોને કામે લાગી જાવા દુધાતે હાકલ કરી હતી. આ હોસ્પિટલમાં ઓકિસજન પ્લાન્ટ સ્થાપવા સરકારમાં લેખિત રજુઆત કરેલ છે. જેથી દર્દી નારાયણને ઓકિસજનના અભાવે જીવ ન ગુમાવવો પડે.

(1:21 pm IST)