સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th April 2021

પ્રેમ સંબંધ હોવા છતાં યુવતીએ બીજે લગ્ન કરી લેતા અમરેલીના કિશન વાઘોડીયાનો આપઘાત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૩૦ : અમરેલીમાં રહેતા કિશન મનુભાઇ વાઘોડીયા ઉ.વ.રરને તેમની જ્ઞાતીની યુવતી સાથે પ્રેમ સબંધ હોય. તે યુવતીએ બીજે લગ્ન કરી લેતા પોતાને લાગી આવતા ઝેરી દવા પી જતાં મોત નીપજયાનું નાનાભાઇ ભાવેશભાઇ વાઘોડીયાએ અમરેલી તાલુકા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

દારૂ જપ્ત

રાજુલા પી.જી.વી.સી.એલ. કાવાટર્સ નં.પમાં રહેતા શૈલેષ મોહનસીંગ ઉમઠને ૮ બોટલ ઇગ્લીશ દારૂ રૂ.૧૪૦૦ના મુદામાલ સાથે પો. કોન્સ. પરેશભાઇ દાફડાએ ઝડપી પાડયો હતો.

પરિણીતાને ત્રાસ

સાવરકુંડલા તાલુકાના છાપરીના નજમાબેન બાઉદીનભાઇ ગાહા હાલ ડુંગર પીયરને તા.૭-૩-ર૧ના અકસ્માતે દાઝી જતાં ડોકટરે આરામ કરવાનું જણાવેલ તે વખતે સાસુ સજબાઇબેન મુસાભાઇ, સસરા મુસા, જેઠ સતાર, જેઠાણી યાશ્મીબેન, પતિ બાવદીન અવાર નવાર કરિયાવર અંગે  ત્રાસ આપી પરિણીતાના પિતાને ગાળો બોલી તા.ર૭-૦૪ માતા છાપરી મુકવા આવતા માતા તથા પિતાને પોતાને માર મારી ધમકી આપ્યાની સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ધમકી

નાના ભંડારીયા ગામે રહેતા નાનજીભાઇ પુંજાભાઇ માધડ ઉ.વ.૭૦ તેમજ સામાવાળા એક જ કુટુંબના હોય, અગાઉ સામસામી મારામારીનો ગુન્હો દાખલ થયેલ હોય, જે મનદુફખ રાખી રવિ છગન, છગન પુના, દયાબેન છગનભાઇ, ભુમીબેન છગનભાઇ, વિનુ પુના, કૈલાસબેન વિનુભાઇ, વિઠ્ઠલ સોમા, મનીષ વિઠ્ઠલ, લક્ષ્મીબેન વિઠલભાઇ, મનિષની પત્નીએ ગેરકાયદે મંડળી રચી ઘર ઉપર છુટા ઇંટોના ઘા કરી ગાળો બોલી ધમકી આપ્યાને અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

માર માર્યો

ડુંગરમાં સુરત રહેતા વશરામભાઇ નજાાભાઇ લાડુમોર ઉ.વ.૪૮ના ઘરે તેના ભાઇ નરશી નાજા લાડુ મોરે આવીને ઘર વખરીનો સામાન તોડ ફોડ કરી રૂ.પ હજારનું નુકસાન કરી મારી નાખવાની ધમકી આપ્યાની ડુંગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(1:18 pm IST)