સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th April 2021

પોરબંદરના હિન્દુ સ્મશાનમાં જરૂરી સામાન માટે દાતાઓ દ્વારા પુરતી સહાય છતા પાલિકા દ્વારા ર૦ લાખનો ખર્ચ મંજુર

જનરલ બોર્ડની મીટીંગમાં ૧૦૧ એજન્ડાનું માત્ર ર મીનીટમાં વાંચન? : ગેરહાજર કાઉન્સીલરોમાંથી અમુક નારાજ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૩૦ : નગરપાલીકા જનરલ બોર્ડની મીટીંગમાં ૧૦૧ યોજના માત્ર ર મીનીટમાં વાંચી જઇને મીટીંગ પુરી નાખવા સામે કચવાટ શરૂ થયો છે ઉપરાંત હિન્દુ સ્મશાનમાં જરૂર મુજબ તમામ સામાન માટે દાતાઓ પુરતી સહાય છતા પાલીકાએ સ્મશાનના ખર્ચ માટે ર૦ લાખ મંજુર કરતા આશ્ચર્ય ફેલાયુ છે. જનરલ બોર્ડમાં ગેરહાજરમાંથી અમુક નારાજ હોવાની પણ ચર્ચા ઉઠી છે.

હિન્દુ સ્મશાનમાં હલ દરરોજ રપ થી ૩૦ મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. ઇલે ભઠ્ઠી તથા લાકડામાં પણ અગ્નિસંસ્કાર અપાય કોંગ્રેસ અગ્રણી રામદેવભાઇ મોઢવાડીયાએ સ્મશાનમાં લાકડાની તંગી ન સર્જાય તે માટે પ થી ૬ ગાડી લાકડા મોકલાવેલ ઉપરાંત અન્ય દાત્તાઓ દ્વારા લાકડા મોકલવાનું ચાલુ છે. અત્યાર સુધીમાં ૧૦ થી ૧પ ગાડી લાકડા આવી ગયેલ છે સ્મશાનમાંથી ડોલ માટલી વગેરે સામાન દાતાઓ દ્વારા નિયમીત અપાય છે. છતા પાલિકાએ સ્મશાન ખર્ચ માટે ર૦ લાખ મંજુર કરતા તે અંગે ઠેર ઠેર ચર્ચાનો વિષય બની ગયો છે. જનરલ બોર્ડમાં ભાજપના ૧૭ અને વિપક્ષ કોંગ્રેસના ૪ સભ્યો મળીને કુલ ર૪ સભ્યો હાજર રહ્યા હતા.

(1:13 pm IST)