સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th April 2021

ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાના પોલીસ સ્ટેશને પારણા

ધોરાજી,તા. ૩૦: ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા ના પોલીસ સ્ટેશન ખાતે ઉપવાસ આંદોલનના ડેપ્યુટી કલેકટરે પારણા કરાવ્યા હતા.

કોંગ્રેસ પ્રમુખ અરવિંદ વોરા કારોબારી ચેરમેન જગદિશ રાખોલીયા વિગેરે ૧૧ જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ ગઈકાલે ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે ધરપકડ કરી હતી બાદ ધારાસભ્ય અને તેમના ૧૦ કાર્યકર્તાઓ પોતાની માંગણી અનુસાર પોલીસ સ્ટેશનમાં ઉપવાસ પર બેસી ગયા હતા ધોરાજીના ડેપ્યુટી કલેકટર ગૌતમ રૈયાણી મામલતદાર કિશોર જોલાપરા પોલીસ ઇન્સ્પેકટર હુકુમતસિંહ જાડેજા વિગેરે ની હાજરીમાં ડેપ્યુટી કલેકટરે જિલ્લા કલેકટર સાથે વાતચીત કરી બાદ ધોરાજીના ધારાસભ્યને લેખિત ખાતરી આપી પારણાં કરાવ્યા હતા.

સરકારી તેમજ ખાનગી સરકાર માન્ય હોસ્પિટલને પૂરતા પ્રમાણમાં રેમડેસીવીર ઇન્જેકશનનો જથ્થો મળશે તેવી ખાતરી આપી છે.

(11:49 am IST)