સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th April 2021

ગોંડલ નગરપાલીકાના બે કર્મચારીઓને કોરોના ભરખી ગયો

ગોંડલ,તા.૩૦: ગોંડલ નગરપાલિકાના તમામ કર્મચારીઓ કોરોના વોરિયર્સ બનીને લોકસેવામાં લાગ્યા છે ત્યારે એસ્ટા શાખામાં કલાર્ક અને ફાયર વિભાગના ડ્રાઈવરનુ કોરોનાના કારણે મોત નિપજતા કર્મચારીગણ માં શોક ફેલાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ નગરપાલિકા સંચાલિત રાજવી કાળના બાલાશ્રમમાં જ પનાહ લઈને મોટા થયેલા અને નગરપાલિકાની એસ્ટા શાખામાં કલાર્ક તરીકે ફરજ બજાવતા હસમુખભાઈ દામજીભાઈ ધાબલીયા ઉમર વર્ષ ૫૨ કોરોના અને એટેક આવવાના કારણે મોત નીપજયું હતું તેમજ ફાયર વિભાગમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા જગદીશસિંહ જાડેજા ઉંમર વર્ષ ૩૫ કોરોનામાં સપડાયા બાદ મોત નિપજયા હતા નગર પાલિકાના કર્મચારી ગામમાં શોકનું મોજુ ફેલાઇ જવા પામ્યું હતું

હસમુખભાઈ ધાબલીયા પાલિકામાં ફરજ બજાવવા સાથે એકલવાયું જીવન જીવતા હોય પાલિકા તંત્ર અને ફાયર વિભાગ દ્વારા ફાયર સ્ટેશનના ઉપરના માળે આવેલા રૂમમાં રાત્રે રોકાણ કરતા હતા મોડીરાત્રિના પાણી ભરવા ઉઠ્યા ત્યારે સીડી ઉતરી શકયા ન હતા અને એટેક આવી જતાં મોત નીપજયું હતું સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

(11:46 am IST)