સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th April 2021

અમરેલી :ખાંભા નજીક આવેલ મીતીયાળા અભયારણ વિસ્તારમાં આગ લાગતા વનવિભાગમાં દોડધામ

વનવિભાગ દ્વારા તાત્કાલિક આગ બુજાવવા માટે કામગીરી: હજુ પણ ધુમાડા નીકળતા હોવાને કારણેઆગને સંપૂર્ણ કાબુમાં લેવા કાર્યવાહી

અમરેલી: અમરેલી જિલ્લામાં બપોર બાદ વરસાદી માહોલ વીજળી સાથે જોવા મળ્યો હતો ત્યારે ખાંભા નજીક આવેલ મીતીયાળા અભયારણ વિસ્તારમાં આગ લાગી હતી, આ વિસ્તાર સાવરકુંડલા અને ખાંભા બંને વનવિભાગ ની હદ આવતો હોવાને કારણે ખાંભા વનવિભાગ ની ટીમ પણ સૌથી પહેલા દોડી ગઈ હતી જ્યારે અહીં આગ રેવન્યુ વિસ્તારમાં પણ લાગી હોવાને કારણે વનવિભાગ દ્વારા તાત્કાલિક આગ બુજાવવા માટે કામગીરી હાથ ધરાય હતી હાલમાં આગ કંટ્રોલમા હોવાનુ વનવિભાગ પાસે થી જાણવા મળી રહ્યુ છે.

મિતિયાળા અભ્યારણ વિસ્તારમા સિંહો સહિત વન્યપ્રાણી નો વસવાટ હોવાને કારણે વનવિભાગમા દોડધામ મચી જવા પામી હતી સમગ્ર ઘટના ની જાણ થતા વનવિભાગ દોડી જઇ આગ બુઝાવી છે હજુ પણ ધુમાડા નીકળતા હોવાને કારણે વનવિભાગ દ્વારા સંપૂર્ણ આગ કંટ્રોલમા લેવા માટે પ્રયાસ હાથ ધરાય રહ્યા છે.

(9:06 pm IST)