સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 30th March 2020

ઉત્તરપ્રદેશના છ મજુરો વતન જવા નિકળતા જામનગરના સિનેમા માલિક સામે કાર્યવાહી

જામનગર તા. ૩૦: પોલિસ અધિક્ષક શ્રી શરદ સિંઘલે એલ.સી.બીના પોલીસ ઈન્સ. શ્રી કે.કે.  ગોહિલ તથા પો. સબ.ઈન્સ. આર.બી. ગોજીયા તથા એલ.સી.બી. સ્ટાફને જામનગરમાં કામ કરતા બહારના જીલ્લા ના તેમજ રાજ્યના મજુરો  જે જગ્યાએ મજુરી કામ કરતા હોય ત્યાં રહી વતન જતા ન રહે તે માટે દેખરેખ રાખવા સુચન કરેલ  હતી.

મોટી બાણુગર ના પાટીયા પાસે ઉત્તરપ્રદેશ  રાજ્યના મજુરો પગે ચાલી જતા હતા તેઓ  ઠેબા ચોકડી  પાસે આવેલ નવી બનતી પી.વી.આર સીનેમામાં કલર કામની  મજુરી કામ કરતા હોય  અને તે સીનેમાના માલિક ઈલેશ રમણીકલાલ ભદ્રા રહે. જામનગર નાઓની દેખરેખ સંભાળ હેઠળ હોય છતાં સીનેમા માલીક એ સરકારશ્રીના નિયમોનું પાલન નહી કરાવી  મજુરોને તરછોડી સાર સંભાળ રાખેલ  ન હોય જેથી  સીનેમા માલીક વિરુધ્ધ  ઈ.પી.કો. કલમ ૨૬૯ તથા ધી એપીડેમીક ડીસી એકટ ૧૯૮૭ની કલમ  ૩ તથા ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન ૨૦૨૦ની કલમ ૧૩ (૧) મુજબની ફરીયાદ એલ.સી.બી.ના ફીરોજભાઇ દલ એ આપતા  પો. સબ. ઈન્સ. આર.બી. ગોજીયાએ  કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આ કાર્યવાહી પો.ઈન્સ. કે.કે. ગોહિલ તથા પોલીસ સબ ઈન્સ. આર.બી. ગોજીયા તથા એલ.સી.બી. સ્ટાફ  ના જયુભા ઝાલા , અશ્વીનભાઇ ગંધા,  સંજયસિંહ વાળા,  દિલીપ તલવાડીયા, ભરતભાઇ પટેલ, હરપાલસિંહ સોઢા, ફિરોઝભાઇ દલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, ભગીરથસિંહ સરવૈયા, અશોકભાઇ સોલંકી હીરેનભાઇ વરણવા , હરદિપભાઇ ધાધલ,  નિર્મળસિંહ બી. જાડેજા, પ્રતાપભાઇ ખાચર,  વનરાજભાઇ મકવાણા, મીતેશભાઇ પટેલ, લાભુભાઇ ગઢવી ,  ખીમાભાઇ ભોચીયા, નિર્મળસિંહ એસ.જાડેજા, બળવંતસિંહ પરમાર, અજયસિંહ ઝાલા, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર, એ.બી.જાડેજા તથા અરવીંદભાઇ વિગેરે દ્વારા કરવામાં આવેલ છે. (૩.૧૦)

 

(1:06 pm IST)