સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 30th March 2020

હતાશા-નિરાશા-ડિપ્રેશન નહિ પણ પ્રત્યેક લોકો પોઝીટીવનેશ તરફ વળેઃ ડીએસપી બગડીયા

ચોટીલા,તા.૩૦: સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડીયા એ લોક ડાઉનમાં ઘરે બેઠા હતાશા, નિરાશા, ડીપ્રેશન નહી પરંતુ દરેક ની સર્જન શકિત ને પ્રોત્સાહન મળે અને લોકો આ કપરા સમયમાં પોઝીટીવનેશ તરફ વળે

સારા અભિગમ સાથે ઘરમાં જ રહેતા લોકો ચિંતા મુકત બની રહે અને લોકોની અંદર રહેલી કલાઓ જેવી કે, ડ્રોઈંગ, પેઇન્ટિંગ, હેન્ડી ક્રાફટ, નિબંધ, સાયરી, દુહાઓ, વેસ્ટ માથી બેસ્ટ વિગેરે વસ્તુ માત્ર ઘરમાં પડેલી વેસ્ટ ચીજો માથી બનાવી

જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં લોક ડાઉન પૂરું થયાના દિન-૦૭ માં જમા કરાવી દેવું જે વસ્તુ તપાસી પ્રોત્સાહન રૂપે ઈનામ આપવા ની જાહેરાત કરેલ જેને અનેક લોકોએ આવકારી છે અને જેના ભાગ રૂપે અનેક પરિવારનાં બાળકો આ અભિયાનમાં જોડાયા છે

ચોટીલા તાલુકાનાં પિપળીયા ગામે પણ ઘરમાં જ રહેલ વેસ્ટ વસ્તુઓમાંથી બેસ્ટ સર્જન કરવા ની કામગીરી બાળકો દ્વારા ઘરે બેઠા કરવામાં આવી રહેલ છે.

ચોટીલા તાલુકાનાં પીપળીયા (ધા) ગામનાં..લઘુભાઈ જીલુભાઈ ધાધલ ના દિકરી રિધ્ધેશ્રરીબેન ધાધલ અને રવિરાજ ધાધલ..હાલ ઘરે બેસીને કલા કરી રહીંયા છે..

રાજયમાં દરેક વિસ્તારમાં આ પ્રકારનું અભિયાન હાથ ધરવુ જોઈએ જેથી લોકો અને ખાસ કરીને વિધ્યાર્થીઓમાં રહેલી સર્જનત્મક શકિતઓ બહાર આવશે તેમજ લોકોમાં એક પ્રકારનો ભય, ચિંતા જે પ્રસરે છે તે દુર થશે.

(11:50 am IST)