સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 30th March 2020

મોરબીના સામાકાંઠે આગ લાગી

મોરબીઃ અહીંના નટરાજ ફાટક નજીક આવેલ એક ટીસીમાં કોઈ કારણોસર ગઇ કાલે  આગ ભભૂકી હતી.આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તુરંત ફાયર ટીમ દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો જોકે ટીસી બળી જતા વિસ્તારના ડીસ કેબલ અને ઇન્ટરનેટ ઠપ્પ થયા હતા.જે ટીસીમાં આગ લાગી તે લાલબાગ સેવાસદનના ગેટ નજીક છે જયાં કાયમી ભીડ રહેતી હોય છે જોકે હાલ કોરોના લોકડાઉન ને પગલે કોઈ હાજર ના હોવાથી સદનસીબે કોઈ જાનહાની થઇ નથી.

(11:29 am IST)