સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 30th March 2020

અમરેલીઃ ૩૬ કલાકમાં લાખોના દાનનો પ્રવાહઃ રાહત કીટોની અવિરત ડીમાન્ડઃ ૧૦૦૦ પરિવારોને વિતરણ

 અમરેલીઃ કોરોનાના લોકડાઉનના પ્રથમ દિવસની સવારે જ, રોજનું રળી ખાનાર મજુરવર્ગ અને લોઅર મીડલ કલાસના પરિવારની હાલત કફોડી ન બને તે માટે તેમને મદદરૂપ થવા ફંડ ઉભું કરવાની ડો. ભરતભાઇ કાનાબાર દ્વારા, સોશીયલ મીડીયાના માધ્યમથી લોકોને અપીલ કરતાં, ૩૬ કલાકમાં ૧૦ લાખના ફાળાનો લક્ષ્યાંક પુરો થઇ ગયો હતો. આવેલ ફંડમાંથી ૪ વ્યકિતના કુટુંબને ૧૦ દિવસ ચાલે તેટલી ઘઉંનો લોટ, શાકભાજી, તેલ, મરી મસાલાની ૧૦૦૦ કીટ માત્ર ૪૮ કલાકમાં જેશીંગપરાના યુવાનોની મદદથી તૈયાર થઇ શુક્રવારે બપોરથી શનિવાર સુધીમાં ૧૦૦૦ કીટનું વિતરણ, નિમ્ન મધ્યમ વર્ગના કુટુંબોને કરાયું. કિટો લાભાર્થીને ઘેર બેઠા પહોંચાડી ખાસ કરીને પરિસ્થિતિ નબળી હોય તો પણ સ્વમાન જાળવી રાખવા કે માંગવાની શરમને કારણે, હાથ લાંબો નહીં કરતાં, શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા આવા મધ્યમવર્ગના કુટુંબોને માંગ્યા વગર, ઘેર બેઠા કીટ પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવી. આ કાર્યમાં ડો. ભરત કાનાબાર, પી.પી.સોજીત્રા, જીતુભાઇ ગોળવાળા, ડો. ખુંટ, ડો. ભાવેશભાઇ મહેતા, દિનેશભાઇ ભુવા, જયેશભાઇ ટાંક, ડો. રાજુભાઇ કથીરીયા, કમલેશભાઇ  ગરાણીયા, દિપકભાઇ વઘાસીયા, વિપુલભાઇ ભટ્ટી, પેન્ટર ડી.જી.મહેતા, ચેતનભાઇ રાવળ, મુનાફભાઇ કાજી, હીરેનભાઇ સોજીત્રા, વિપુલભાઇ વોરા, અજયભાઇ અગ્રાવત, ટોમભાઇ અગ્રાવત, ડો.ભીંગરાડીયા, રાજુભાઇ ગઢીયા, મુકુંદભાઇ મહેતા, જયદિપભાઇ તલસાણીયા, જયદીપભાઇ વિઠ્ઠલાણી, કમલેશભાઇ કોરાટ વિગેરે જોડાયા હતા. લગભગ ૧૦૦૦ પરિવારોના ૪૦૦૦ લોકોને આ કીટની વહેંચણી પછી પણ હજુ શહેરના વિવિધ વિસ્તારોમાંથી આ પ્રકારની નવી કીટોની ડીમાન્ડ ઉભી થઇ છે. મજુર અને ગરીબ વર્ગના લોકો સતત ડો.કાનાબાર અને પી.પી.સોજીત્રાને ફોન કરી કીટની માંગણી કરી રહ્યા છે.સાથે સાથે લોકોમાંથી અનુદાનનો અવિરત પ્રવાહ ચાલું છે. ગઇકાલે ૧૦ લાખના ફાળામાં જે નવો ફાળો રૂ.૮૪,૮પપ/-નો નોંધાયો છે તેની વિગત નીચે મુજબ છે. આજ સુધીનો કુલ ફાળો રૂ.૧૧,ર૧,૪૭૭/- (અંકે રૂપિયા અગિયાર લાખ એકવીસ હજાર ચારસો સત્યોતેર) થયેલ છે. નવા ફાળાની વિગત નીચે મજુબ છે. (૧) ર૧૦૦૦ કમલેશભાઇ ગરાણીયા, (ર) ર૧૦૦૦ ઠા. નાથાલાલ પોલાભાઇ આડતીયા (ગુરૂદત્ત પેટ્રોલીયમ), (૩) ૧૧૦૦૦ મદદ કાર્યાલય-અમરેલી, (૪) ૧૦૦૦૦ ડો.ધીરેન્દ્રભાઇ તથા ડો. તેજસભાઇ બનજારા, (પ) પપપપ વિજયભાઇ ગોસાઇ, ન.પાકિલા એન્જીનીયર, (૬) પ૦૦૦ ઋતુબેન અતુલભાઇ કારીયા-અમરેલી (૭) રપ૦૦ પ્રવિણભાઇ પારેખ (કે.ટી.માસ્તર),(૮) ર૧૦૦ એડવોકેટ ધીરૂભાઇ કોટડીયા-બગસરા, (૯) સ્વ.વૃજલાલ કેશવલાલ વ્યાસ-હ.હરેરભાઇ વ્યાસ, (૧૦) ૧પ૦૦ રસિકભાઇ સવાણી, (૧૧) ૧૧૦૦ મિશ્રાજી ''માસ્તર'', (૧ર) ૧૦૦૦ પ્રાણલાલભાઇ પંડયા (નિવૃત શિક્ષક-કમાણી ફોરવર્ડ સ્કુલ) અગ્રણી કોન્ટ્રાકટર કમલેશભાઇ કોરાટે અગાઉ રૂ.રપ૦૦૦ નુંઅનુદાન આપેલ. ઉપરાંત મુળ અમરેલીના પણ હાલ અમદાવાદ રહેતા સનરાઇઝ ફાર્માવાળા જમનભાઇ માલવીયાએ ર૩૦ કીલો ચોખા મોકલાવ્યા હોવાનું પણ જણાવ્યું છે.

(10:15 am IST)