સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 30th March 2020

ઉપલેટામાં શાકભાજીના ભાવો આસમાને ગૃહિણીઓનું બજેટ વધુ ખોરવાયુ બટેટા ૨૫ થી ૩૦, તુરીયા, ગુવાર, ભીંડો, ચોરી, મરચા ૭૦ થી ૮૦

ઉપલેટા, તા.૨૮: કોરોનાને કારણે દેશભરમાં લોકડાઉન થતાં લોકોના ધંધા રોજગારો પડી ભાંગ્યા છે માત્ર મેડીકલ, અનાજ કિરાણા, દુધ, શાકભાજી જેવી જીવન જરૂરીયાત વસ્તુઓ વેંચવાની છુટ છે આવી વિકટ સ્થિતિમાં છુટક મજુરી કે લુહાર સુતાર કડીયા પ્લમ્બર કલરકામ સહીતના કારીગર વર્ગ અને ખેતમજુરો ખાનગી દુકાનોના નાના નોકરીયાતો શ્રમીકો અને ગરીબોની સ્થિતિ ખુબ જ ખરાબ છે આર્થિક રીતે પડી ભાંગ્યા છે.

ઉપરથી શાકભાજીના ભાવો પણ આસમાને ગયા છે તુરીયા, ગુવાર, ભીંડો, ચોરી, મરચા, ફલાવર, લસણ આદુના ભાવ રૂપિયા ૭૦ થી ૮૦ જયારે બટેટા ટમેટા, રીંગણા, કોબી, ડુંગળી, દુધી, ગાજર સહીતના રૂપિયા ૩૦ થી ૪૦ અને મેથી, કોથમીર તો રૂપિયા ૧૦૦ જેવા ઉંચા આસમાને જતા મધ્યમ અને ગરીબ શ્રમીક પરિવારો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.

(10:14 am IST)