સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 30th January 2023

સાવરકુંડલાનો બાય પાસ કયારે શરૂ થશે તેવો લોકોનો વેધક સવાલ

નવ નિયુક્‍ત ધારાસભ્‍ય તાત્‍કાલિક બાય પાસ રોડ શરૂ કરાવી આપશે ખરા ?

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા.૩૦ : સાવરકુંડલા ના બાય પાસ રોડ શરૂ કરાવવા માટે ભાજપ કે કૉંગ્રેસ ના ધારાસભ્‍ય એ અનેક સારા વચનો આપ્‍યા છતાં પણ આજદી સુધી બાય પાસ રોડ શરૂ થયેલ નથી અને રોડ શરૂ નથી થતો તેનું કરણ શુ છે ? તેવું લોકો પૂછી રહ્યા છે.

 અંબાજી થી પીપાવાવ હાઇવે રોડ છે તે હાઇવે રોડ સાવરકુંડલા શહેર માંથી પસાર થતો હોવા થી તું વહીલ થી માડી ચાલીશ વહીલ ના વાહનો પસાર થવા ના કારણે દિવસ માં વારમવાર ભારે ટ્રાફિક જામ થઈ જાય છે તેના કારણે શહેર ના વેપારી ઓને નુકશાન સાથે ભારે હાલાકી વેઠવી પડે છે સાવરકુંડલા નો બાંય પાસ રોડ બનાવવા થી માડી અત્‍યાર સુધી માં ભાજપ ના ધારાસભ્‍ય કાળુંભાઈ વિરાણી . વી વી વધાસિયા. પ્રતાપભાઈ દુધાત. અને ત્‍યારબાદ ભાજપ ના મહેશભાઈ કસવાળા એ ચાર ચાર  ભાજપ અને કૉંગ્રેસના ધારાસભ્‍ય આવ્‍યા છતાં પણ રોડ શરૂ ન થયો તેનું કારણ શું તેના માં આવડત ન હોતી કે પછી તેને રોડ શરૂ કરવોનો હતો  તેવી ચર્ચા શહેર માં થવા લાગી છે  લોકો ની વેદના તકલીફ અને મહામુસીબતને ધ્‍યાને લઇ હવે તો બાય પાસ રોડ શરૂ કરવો દયા ના ભાગરૂપે  નવ નિયુક્‍ત ધારાસભ્‍ય મહેશભાઈ કસવાળા બાય પાસ શરૂ કરાવવા માટે બાય પાસ રોડ સ્‍થળ ની રૂબરૂ મુલાકાત લીધી હતી અને કામ તાત્‍કાલિક નબળું કામ બંધ કરાવી ઝડપ થી રોડ શરૂ થઈ જાય તેવી કરવા  એન્‍જીનીયરને કડક સૂચના પણ આપવા માં આવેલ હતી છતાં પણ કોય નક્કર કામગીરી થઈ નથી આ ટ્રાફિક જોતા પરંતુ આ બાય પાસ  રોડ શરૂ થઈ તેવા એંધાણ દેખાતા નથી તેવી પણ લોક મુખે ચર્ચા થઈ રહી છે  આ બાય પાસ રોડ શરૂ થશે તો શહેરની જનતા માથે મોટો હાથ રહી જશે

(12:21 pm IST)