સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 30th January 2023

આઇશ્રી ખોડિયાર માતાજી મંદિરે માટેલધરા ખાતે 'ખોડિયાર જયંતી' નિમિત્તે દિવ્ય શણગાર દર્શન, અન્નકોટ દર્શન તથા બાવન ગજની 'ધ્વજારોહણવિધિ': હજારો ભાવિકોએ દર્શનનો લાભ લીધો

વાંકાનેરઃ વાંકાનેર તાલુકાના જગ વિખ્યાત યાત્રાધામ આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર માટેલધરા ખાતે તા, ૨૯ મીના રવિવારના રોજ 'શ્રી ખોડિયાર જયંતી' શ્રી ખોડિયાર માતાજીનો જન્મોત્સવ નિમિત્ત્।ે માતાજીના નિજ મંદિરમા અનોખા ફૂલોના શણગાર દર્શન કરવામાં આવેલ હતા તેમજ વિધ વિધ જાતની મીઠાઈ તથા ફ્રૂટ ના અન્નકોટ દર્શન યોજાયેલ હતા તેમજ ભાવિકો દ્વારા અસંખ્ય ધજા ચડાવવામા આવેલ હતી સાંજે ભાવિકો દ્વારા 'બાવન ગજની ધજારોહણવિધિ' ડી.જે. ના તાલે વાજતે ગાજતે ખોડિયાર માત કી જય નારાથી ધજા ચડાવેલ હતી શ્રી ખોડિયાર જયંતીની ભકિતભાવ પૂર્વક માટેલધરા ખાતે ઉજવણી કરવામાં આવેલ હતી સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત, હાલાર, ઝાલાવાડ, કચ્છ દૂર દૂરથી સવારથી જ ભાવિકો માતાજીના દર્શનાથે પધારેલા હતા હજારો ભાવિક, ભકતજનોએ ભોજનાલયમા માતાજીનો મહાપ્રસાદ લીધેલ હતો અને માટેલ ધરાનો પણ અનોખો મહાત્મ્ય છે અહીંયા જે કોઈ ભાવિક આવેલ. માતાજીના ધરાનુ પવિત્ર જળ લઈ ધન્યતા અનુભવે છે અત્રે એ ઉલ્લેખનીય છે કે લોકવાહિકા મુજબ આ ધરામા માતાજીનું સોનાનુ દેવળ આવેલું છે આ ધરાનો કોઈ તાક નથી ગમે તેવા દુષ્કાળ પડે તો પણ ધરામાં પાણી ખુંટતૂ નથી આખું માટેલ ગામ 'ગાળ્યા વિના આ ધરાનું પાણી પીવે છે' માટેલ ધરાનો અનોખો મહાત્મ્ય છે ખોડિયાર જયંતી અને સાથોસાથ રવિવાર હોય ગઈકાલે હજારો ભાવિકોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવેલ હતી.

(12:11 pm IST)