સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 30th January 2023

ભુજમાંથી ૮.૪૫ લાખનું સોનુ ખરીદી કરેલી ઠગાઇ અંગે જેતપુરના શખ્‍સ સામે ફરિયાદ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૩૦ : મિત્રતાના દાવે મિત્રની શાખ ઉપર સોનુ ખરીદ્યા ઠગાઈ કરનાર જેતપુરના દેવકીગાલોલ ગામના આરોપી સામે ભુજમાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

 ભુજમાં રહેતાં શૈલેષ નરોત્તમ પટેલે ભુજના સોની વ્‍યાપારી પાસેથી સોનાના બે બિસ્‍કીટ રૂ. ૮,૪૫ હજારના લઈને પોતાની શાખ ઉપર તેમના મિત્ર શૈલેષ છગનલાલ ઉઘાડ ને લઈ આપ્‍યા હતા. બદલામાં શૈલેષ ઉધાડે સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડિયાનો તા. ૨૬.૧૨ નો ચેક અને પત્‍ની જયોતિબેનના પાનકાર્ડની કોપી આપી હતી. પરંતુ ચેક ખોટી સહી ન રીમાર્ક સાથે પાછા ફર્યા બાદ આરોપી દ્વારા સોનુ કે પૈસા પણ ન અપાતા ભુજ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ લખાવી છે.

(11:40 am IST)