સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 30th January 2023

મોરબીના ગ્રામ્ય વિસ્તારની ગટર સમસ્યા ઉકેલવા જેટીંગ મશીન ખરીદો : તાલુકા ભાજપ પ્રમુખ

તાલુકા ભાજપ પ્રમુખે મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અને ટીડીઓને રજુઆત કરી

મોરબી તાલુકા પંચાયત કચેરી દ્વારા ગામડાઓમાં ભૂગર્ભ ગટરની સમસ્યા ઉકેલવા માટે જેટીંગ મશીન ખરીદવાની માંગ સાથે તાલુકા ભાજપ પ્રમુખે મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અને ટીડીઓને રજુઆત કરી છે.

મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયાએ મોરબી તાલુકા પંચાયતના પ્રમુખને રજુઆત કરી છે કે, મોરબી તાલુકાના લગભગ ૧૦૦ ટકા ગામોમાં ભુગર્ભ ગટરના કામો પુર્ણ થઈ ગયેલ છે. જયારે જયારે આ ભુગર્ભ ગટરો ઉભરાવાનુ કે છલકાવાની તકલીફ ઉભી થાય છે ત્યારે ભુગર્ભ ગટર સાફ કરવા માટે જેટીંગ મશીન મોરબી નગરપાલીકા પાસેથી નગરપાલીકાના નિયમાનુસારનો ચાર્જ ભરી જે તે ગ્રામ પંચાયતે મંગાવવુ પડે છે. ત્યારે ઘણી ગ્રામ પંચાયતોમાં આ ખર્ચ માટેની જોગવાઈ હોતી નથી જેથી ગામની અંદર ભુગર્ભ ગટરના પાણી વિસરતા હોય છે અને રોગચાળાની સંભાવના વધે છે. આથી તાલુકા પંચાયત મોરબી દ્વારા સ્વભંડોળ અથવા તો ગમે તે ગ્રાન્ટમાંથી આવા ૨ (બે) જેટીંગ મશીન વસાવી લેવા જોઈએ. જેથી ગ્રામ્ય કક્ષાએ ભુર્ગભ ઉભરાવવાની મુશ્કેલીમાં તુરંત જ સફાઈ થઈ શકે અને ભુગર્ભ ગટરોના ઉભરાતા પાણી ગામમાં કે ગામની શેરીઓમાં વિસરે નહી અને ગંદકી પણ ન થાય. તો આ બાબતે ત્વરીત નિર્ણય લઈ યોગ્ય કરવાની માંગ કરી છે.

(10:16 am IST)