સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 30th January 2023

મોરબી રાજપૂત સમાજની વાડી નિર્માણ માટે રાજવી પરિવારની અધ્યક્ષતામાં મીટીંગ મળી.

રાજવી પરિવારે ૬ વીઘા જમીન આપી, ઝૂલતો પુલના દિવંગતોની સ્મૃતિમાં મણી મંદિર પાસે સ્મારક બનાવશે.

મોરબીમાં રાજપૂત સમાજની વાડી નિર્માણ માટે આજે રાજપૂત સમાજની મીટીંગ મળી હતી જે મીટીંગમાં મોરબીના રાજવી પરિવારના સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા રાજવી પરિવારના અધ્યક્ષસ્થાને યોજાયેલી મીટીંગમાં રાજવી પરિવારે રાજપૂત સમાજ વાડી નિર્માણ માટે ૬ વીઘા જમીન અર્પણ કરી હતી.

મોરબીના ન્યુ પેલેસ ખાતે મોરબી સ્ટેટના મીરાં બાપાના અધ્યક્ષસ્થાને તેમજ રાજપૂત સમાજના પ્રમુખ દશુભા ઝાલા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં રાજપૂત સમાજની મીટીંગ મળી હતી જે મીટીંગમાં રાજપૂત સમાજની વાડી નિર્માણ કરવા માટે રાજવી પરિવારે ન્યુ પેલેસ નજીક આવેલ છ વીઘા જમીન આપી હતી તે ઉપરાંત મોરબીની ગોઝારી ઝૂલતો પુલ દુર્ઘટનાના મૃતકોની સ્મૃતિમાં સ્મારક પણ બનાવવામાં આવશે મોરબીના મણી મંદિર પાસે મચ્છુ જલ હોનારત દુર્ઘટનાના દિવંગતોની સ્મૃતિમાં સ્મારક બનાવ્યું છે તેની નજીક ઝૂલતો પુલના દિવંગતોનું સ્મારક પણ બનાવવાની માહિતી આપી હતી.

 

આ તકે મોરબી સ્ટેટ મીરાં બાપાએ જણાવ્યું હતું કે મોરબી આગળ આવે તેવા પ્રયાસો કરી રહ્યા છે સમાજથી જ તેની શરૂઆત થવી જોઈએ અને સમાજ વાડી બનાવવાની જરૂરત હોવાથી જમીન આપી છે તેમજ ઝૂલતો પુલના દિવંગતોની સ્મૃતિમાં સ્મારક પણ બનાવવામાં આવશે મોરબીને જરૂરત હોય ત્યારે રાજવી પરિવાર પડખે ઉભો રહેશે તેમ પણ જણાવ્યું હતું મીટીંગમાં પ્રાંત અધિકારી ડી એ ઝાલા, રાજપૂત સમાજના તમામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(10:10 am IST)