સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 30th January 2023

પરીક્ષા રદ થવાથી મોરબીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત મુકાયો.

વિરોધ પ્રદર્શનના એંધાણ વર્તાતા ઠેરઠેર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ખડકી દેવાયો

 મોરબી સહિત રાજ્યભરમાં ગુજરાત સેવા પંસદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાય તે પહેલા જ પેપર ફૂટી જતા આ પરીક્ષા રદ થતા ઉમેદવારો ભારે નિરાશ થયા છે. આ જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે. જેમાં વિરોધ પ્રદર્શનના એંધાણ વર્તાતા ઠેરઠેર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ખડકી દેવાયો છે.

મોરબીના 62 કેન્દ્રો પર લેવાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષાનું છેલ્લી ઘડીએ પેપર લીક થઈ જતા આ પરીક્ષા રદ થવાથી હજારો વિધાર્થીઓ મુશ્કેલીમાં મુકાય ગયા છે. બહારગામથી આવનાર વિધાર્થીઓ પરીક્ષા રદ થવાથી ભારે નિરાશા સાથે પરત ફરી રહ્યા છે. ત્યારે આ ઘટનાને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ તકેદારીના ભાગરૂપે પોલીસે ઠેરઠેર ચાંપતો બંદોબસ્ત તૈનાત કરી દીધો છે. ખાસ કરીને વિરોધ પક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન થવાના એંધાણ દેખાતા શહેરના નહેરુ ગેઇટ ચોક, જુના બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં પોલીસનો કડક જાપતો ગોઠવી દેવામાં આવ્યો છે અને એ ડિવિઝન પીઆઇ સહિતના સ્ટાફ દ્વાર શહેરના મુખ્યમાર્ગો ઉપર સઘન પેટ્રોલીગ કરવામાં આવી રહ્યું છે.

(10:08 am IST)