સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 30th January 2023

મોરબી જુનિયર કલાર્કના ઉમેદવારોની ટિકિટના પૈસા પરત કરવાની NSUIની માંગ

મોરબી:  જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટતા લાખો વિદ્યાર્થીઓ હેરાન થયા છે. ત્યારે મોરબી જિલ્લા NSUI દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા ધક્કો થયો તેઓને ટિકિટના પૈસા પરત આપવા મોરબી ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવી હતી.

આ રજુઆતમાં NSUI ના કાર્યકર્તા પુષ્પરજસિંહ જાડેજા,રાજ ટુંડિયા,ભવનીક મુછડિયા ,અનિલ વાઘેલા, રાહુલ સોલંકી, આકાશ ચૌહાણ, વિશાલ સાવરિયા જોડાયા હતા.

(12:39 pm IST)