સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 30th January 2019

ચિત્રાઃ ક્રાઇસ્ટ સ્કૂલમાં રમતોત્સવ યોજાયો

ભાવનગરઃ પ્રજાસત્તાક પર્વના રોજ ચિત્રાની ક્રાઇસ્ટ સ્કૂલમાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવેલ. વિજેતા રમતવિરોને પ્રમાણપત્ર આપી સન્માનીત કરાયેલ. વાલીઓની હાજરીમાં યોજાયેલ કાર્યક્રમમાં બેન્ડની રજુઆતે આકર્ષણ જમાવ્યું હતું. તસ્વીરમાં રમતોત્સવમાં વિજેતા બાળકો સાથે મુખ્ય મહેમાન શકિતસિંહ ગોહિલ, હરપાલસિંહ વાઘેલા, ઇન્દ્રવિજયસિંહ ગોહિલે હાજર રહી પ્રોત્સાહન પુરૂ પાડેલ. તમામનો પ્રિન્સીપાલ ફાધર જોવીએ આભાર માન્યો હતો. (તસ્વીરઃ વિપુલ હિરાણી)

 

(9:34 am IST)