સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th November 2022

નર્મદાના મુદ્દે કોંગ્રેસે કચ્છની ઘોર ખોદી છે: નરેન્દ્ર મોદી

વિકસિત ભારતનો મોડેલ જિલ્લો અને ગુજરાતની તાકાત ક્ચ્છ બનશે, અંજારની જનસભામાં અભૂતપૂર્વ જનમેદની સમક્ષ કોંગ્રેસ ઉપર મોદી વરસ્યા

ભુજ : ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચુંટણીના અંતિમ તબક્કાની જાહેરસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છના વિકાસના મુદ્દે કોંગ્રેસ ઉપર બરાબર વરસ્યા હતા. સૂકા મલક કચ્છ માટે પાણીનો ઉલ્લેખ કરી નર્મદાના પાણી જંગી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈની લોકપ્રિયતા એટલી છે કે, સભા સ્થળે એમનું હેલિકોપ્ટર પહોંચ્યું ત્યારે મોદી મોદીના નારા સાથે સભામંડપ ગાજી ઉઠયું હતું. એક તબક્કે મીડિયા ગેલેરીમાં પણ સ્થાન મેળવવું પત્રકારો માટે મુશ્કેલ બન્યું હતું.

  નરેન્દ્રભાઈએ અંજારની ધરતીથી કચ્છના મારા ભાઇ-બહેનોને રામ રામ... કરતા સંબોધનની શરૂઆત કરતા જણાવ્યું હતું કે, કચ્છની ધરતી કર્તવ્ય અને કૌશલ્યની ધરતી છે. આ સંકલ્પ અને ઇચ્છાશક્તિની ધરતી છે. 2001માં જયારે કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે કચ્છ સહિત આખુ ગુજરાતના જીલ્લા અને ગામ તબાહીના શિકાર બન્યા લોકો કહેતા કે કચ્છ મોતની ચાદર ઓઢીને સુતુ છે આ કચ્છ ફરી બેઠુ નહી થાય આ કચ્છની ખમીરવંતી પ્રજા અને સરકારની નીતીની જુંગલબંદીએ ફરી કચ્છ તેજ ગતીથી દોડે છે. દેશની આઝાદીના 100 વર્ષ થાય ત્યારે ભારત વિકસીત હોય તેવો સંકલ્પ છે. 2022ની ચૂંટણી મહત્વપુર્ણ છે તેમાં પાંચ વર્ષનો નહી 25 વર્ષનો નિર્ણય કરવાનો છે. કચ્છના લોકોને ભરોસો જ નોહતો કે કોણ આવશે જે નર્મદાનું પાણી પહોંચાડશે. વિપરીત વાળામાં વાતારણમાં પણ નર્મદા માતાના નીર પહોંચે છે. આજે કચ્છ પાણીદાર બન્યું છે.

નરેન્દ્રભાઇએ વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસ એટલે કચ્છની ઘોર દુશમન.કચ્છની પહેલી પ્રાથમિકતા પાણી હતી અને કચ્છમાં પાણી ન પહોંચે તે માટે ખેલ કરતા હતા તેમની જોડે દોસ્તી હતી. કચ્છને પાણી ન મળે તે માટે ષડયંત્ર થતું રોડા અટકાવવાનું કામ થતું. આ તમારો દિકરો ગાંઘીનગર બેઠો  અને ઉપવાસ પર બેસી ડેમની ઉંચાઇ વધારવા લડત કરી અને પાણી પહોંચાડ્યુ. ભાજપ માત્ર વાતો નથી કરતું, એક વાર કહીએ તો કામ કરીને જ રહીએ. આજે કચ્છ દાડમ, ખજૂર,કમલમ,કચ્છની કેરી,એકસપોર્ટ કરતું થયું. આજે કચ્છની ખેતપેદાશ દુનિયામાં ડંકો વાગાડી રહી છે. 2023માં આખી દુનિયા મોટા અનાજના વર્ષની ઉજવણી કરશે અને બાજરી,જુવાર અને રાગીનો  ડંકો વાગશે.સરકારે પશુપાલકોને થતા રોગચાળાને અટકાવવા 14 હજાર કરોડ રૂપિયા ખર્ચવાનું નક્કી કર્યુ છે. જેમ મનુષ્યના આધાર કાર્ડ કાઢયા છે તેમ પશુઓને નંબર આપવાનું કામ કર્યુ છે અને તેમની માવજત કરવાનું કામ કર્યુ.

નરેન્દ્રભાઈએ  વધુમાં જણાવ્યું કે, કચ્છમાં આજે પર્યટનનો વિકાસ થયો છે. કેટલી નવી સંભાવનાવો પડી છે અને આજે આખુ રાજસ્થાન જોવા જેટલો સમય લાગે તેના કરતા વધુ દિવસ કચ્છ જોવા માટે લાગે . કચ્છમાં વધુમાં વધુ ટુરિસ્ટ આવે તે માટે કામ કરવામાં આવી રહ્યું છે. આજે કચ્છમાં 5જી આવી ગયું છે. ટુરિઝમ આવે એટલે કચ્છની આવક વધે. કચ્છમાં ત્રણ મહિનામાં પાંચ લાખ ટુરિસ્ટ આવે છે. સ્મૃતિવન એટલે આ ભૂજિયા ડુંગર એક જમાનામાં સુકો ભટ્ટ હતો પરંતુ મોદી સરકારના વિઝનથી ભૂજને કચ્છને નવું ફેફસુ મળ્યું છે. સ્મૃતીવન જીવનદાઇત્વ બને તેટલું મોટુ જંગલ બનાવ્યું છે અત્યાર સુધીમાં એક લાખ લોકો મુલાકાત કરી છે. કચ્છના કેટલાક વિસ્તારોમાં મુંબઇમાં જે ચોરસ ફુટના જમીનના જે ભાવ હોય તેના કરતા વધુ ભાવ છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, આ કંડલા 25 વર્ષ પહેલા સાત કરોડ રૂપિયાનું એકસપોર્ટ થતું, આજે ત્યાથી 9 હજાર કરોડ રૂપિયાનું એક્સપોર્ટ થાય છે. મુંદ્રા દેશના કાર્ગો હેન્ડલીંગમાં નંબર એક પર પહોંચ્યુ છે. ગ્રીન હાઇડ્રોજનથી ભવિષ્યમાં કોર ચાલવાની છે અને ગ્રીન હાઇડ્રોજનનું મોટુ હબ કચ્છમાં બનાવાનું છે. આ વખતની ચૂંટણીમાં પોલીંગ બુથમાં ઐતિહાસીક મતદાન કરી ભાજપને જંગી મતોથી જીતાડજો તેમ વિનંતી કરી.
જાહેરસભામાં પ્રદેશના મહામંત્રીશ્રી વિનોદભાઇ ચાવડા, પુર્વમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાં, પ્રદેશના ઉપાધ્યક્ષશ્રી મહેન્દ્રભાઇ પટેલ,કચ્છના પ્રભારીશ્રી હિતશભાઇ ચૌધરી,કચ્છ જિલ્લાના મહામંત્રીશ્રી શિતલભાઇ શાહ,જીલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી પારુલબેન તથા ઉમેદવારશ્રીઓ શ્રી પદ્યુમન જાડેજા,શ્રી અનીરુદ્ધ દવે,કેશુભાઇ પટેલ,શ્રી ત્રિકમભાઇ છાંગા,શ્રી માલતીબેન મહેશ્વરી,શ્રી વીરેન્દ્રસિંહ જાડેજા સહિતન પ્રદેશ અને જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

(1:06 am IST)