સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 29th November 2020

ભાવનગરની હોસ્પિટલમાં મોકડ્રીલ સમયે ફાયરના સાધનો ખરાબ નિકળ્યા !!

મોકડ્રીલ સમયે જ ફાયર વિભાગની પાસે રહેલું સ્મોક ડિટેકટર બંધ થઇ ગયું: હાઈડ્રોન સીસ્ટમ પણ ખરાબ હોવાના કારણે મોકડ્રીલ કોવિડ વિભાગને બદલે આંખના વિભાગમાં કરાયું

રાજકોટની કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના પછી ભાવનગરની સર-ટી હોસ્પિટલમાં ફાયર વિભાગ દ્વારા એક મોકડ્રીલ યોજવામાં આવ્યું હતું. મોકડ્રીલ સમયે જ ફાયર વિભાગની પાસે રહેલું સ્મોક ડિટેકટર બંધ થઇ ગયું હતું. બીજી મહત્ત્વની વાત છે કે, ફાયર પાસે રહેલી હાઈડ્રોન સીસ્ટમ પણ ખરાબ હોવાના કારણે મોકડ્રીલ કોવિડ વિભાગમાં નહીં પણ આંખના વિભાગમાં કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ અનુસાર રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના પછી હેલ્થ કમિશનર દ્વારા ભાવનગરમાં ફાયર વિભાગને મોકડ્રીલ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. અધિકારીના આદેશ પછી ફાયર વિભાગ જાગ્યું અને ફાયરના સાધનોની તપાસ કરી, તે સમયે જાણવા મળ્યું કે, હાઈડ્રોન સીસ્ટમ બંધ છે. એટલા માટે રાત્રે મોકડ્રીલ બંધ રાખવામાં આવ્યું હતું. જેના કારણે બીજા દિવસે મોકડ્રીલ રાખવામાં આવ્યું હતું. પણ બીજા દિવસે પણ સર-ટી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં મોકડ્રીલ રાખવામાં બદલે હાઈડ્રોનની ખરાબીના કારણે મોકડ્રીલ આંખના વોર્ડમાં રાખવામાં આવ્યું હતું.

(9:43 pm IST)