સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 29th November 2020

સોમનાથમાં સ્વ.કેશુભાઈ પટેલની માસીક પુણ્યતિથીએ મેગા રકતદાન કેમ્પ યોજાયો:૧૦૧ યુનીટ રકત એકત્ર થયું

સોમનાથ વિર હમીરજી ગોહીલ ટ્રસ્ટ દ્વારા રવ.કેશુભાઈ પટેલની માસીક પુણ્યતિથીએ મેગા રકતદાન કેમ્પ યોજાયેલ હતો તેમાં ૧૦૧ યુનીટ સ્કત એકત્ર થયું હતું તે રાજકોટ સીવીલ હોસ્પીટલના લાભાર્થે મોકલાવેલ હતું.

સોમનાથ વિરહમીરજી ગોહીલ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી સરૂભા જાડેજા, સંયોજક ટ્રસ્ટી મહેન્દ્રસિંહ વાળા, પ્રોજેકટ ચેરમેન મિલન જોપીએ જણાવેલ હતું કે સોમનાથ ટ્રસ્ટ ના ચેરમેન તેમજ પુર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઈ પટેલની, માસીક પુણ્યતિથીએ સાચી શ્રધ્ધાંજલી આપવા માટે મેગા રકત દાન કેમ્પનું આયોજન શ્રી સોમનાથ ટ્રસ્ટના સક્રિય સહ્યોગ શ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રુપના સંયુકત ઉપક્રમે રાજકોટ સીવીલ હોસ્પીટલ ના લાભાર્થે મેગા સ્કતદાન કેમ્પનું આયોજન કરાચેલ હતું તેમાં ૧૦૧ રકતદાતાએ સહકાર આપેલ હતો અને ૧૦૧ યુનીટ રકત એકત્રીત્ર થયેલ હતું તે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો, કેન્સર, કીડની તેમજ અન્યય દર્દીઓને વિના રકત મળી શકે તે માટે આયોજન કરાયેલ હતું

 આ કેમ્પમાં ગીર સોમનાથ જીલ્લા ના અનેક આગેવાનો, સ્થાનીક નાગરીકો તેમજ ભીક્ષાવૃતી કરતા ભૂક્ષુકોએ પણ રક્તદાન કરેલ હતું અને તેઓએ જણાવેલ હતું કે સ્વ, કેશુબાપાએ ગુજરાતની સેવા તેમજ સોમનાથ ટ્રસ્ટમાં જે વિકાસ કરેલ છે તે ખુબ જ સરાહનીય છે

આ કાર્યકમ માં જીલ્લા ભાજપ પ્રમુખ માનસીભાઈ પરમાર, પુર્વ પ્રમુખ ઝવેરીભાઈ ઠકરાર, ભરતભાઈ કેશુભાઈ પટેલ, જે.ડી.પરમાર, દીલીપભાઈ ચાવડા, શેતલભાઈ પંડયા, લાલભાઈ અટારા, કેતનસિંહ વાળા, ઉદય શાહ, બાલાભાઈ શામળા , રાજુભાઈ કાનાબાર, જેન્તીભાઈ ટાંક, શૈલેષ ગૌસ્વામી, રાજચંદ્ર સેવા ગ્રુપ ના વિનયભાઈ જસાણી સહીત ના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા

 

(8:06 pm IST)